Site icon Revoi.in

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈ સાથે બિરાજે છે,જાણો આ મંદિરનો ઈતિહાસ

Social Share

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે.તે બધાનું અલગ-અલગ ઐતિહાસિક મહત્વ છે.પરંતુ હિમાચલ પ્રદેશના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ ખાસ  છે.આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે,જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ મીરાબાઈની સાથે સ્થાપિત છે.

શ્રી કૃષ્ણ અને મીરાબાઈની મૂર્તિ એટલી અલૌકિક અને આકર્ષક છે કે  વિશ્વભરમાંથી લાખો લોકો અહીં દર્શન માટે આવે છે.તેના દર્શન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.મૂર્તિઓ એવી રીતે બનાવવામાં આવી છે કે જાણે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમારી સામે ઊભા હોય.જન્માષ્ટમીના દિવસે આ મંદિરની અલૌકિકતા અને સુંદરતા વધી જાય છે.

ચિત્તોડગઢના રાજાના આમંત્રણ પર નૂરપુરના રાજા જગત સિંહ તેમના રાજ પુરોહિત સાથે ત્યાં પહોંચ્યા હતા.રાજા જગત સિંહ ત્યાં પહોંચ્યા જ્યા તેને અને પુરોહિતનો ઉતારો આપવામાં આવ્યો હતો.ત્યાં બાજુમાં એક મંદિર હતું. રાત્રે રાજાને આ મંદિરમાં ઝાંઝર અને ઝાલરના આવાજ સંભાળા લાગ્યા.તેમણે મહેલની બારી ખોલી અને જોયુ તો એક સ્ત્રી ભગવાનની મૂર્તિની સામે ભજન ગાતી નાચતી હતી.એ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મીરાની મુર્તિઓ સાક્ષાત હતી.રાજાએ પોતે જોયેલુ દ્રશ્ય પુરોહિતને કહ્યુ,પાછા ફરતી વખતે તેમણે આ મુર્તિઓને ભેટ સ્વરૂપે માંગી લીધી.બાદમાં નૂરપુરના રાજાએ પોતાના દરબારને મંદિરમાં બદલી નાખ્યુ અને બંને મૂર્તિ ત્યાં સ્થાપિત કરી.

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ રાત્રે આ મંદિરની મુલાકાત લે છે. તેથી, આ મંદિરમાં દરરોજ પૂજા કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે. મંદિર બંધ કરતા પહેલા મૂર્તિઓની સામે સૂવાની મુદ્રા, પાદુકા અને પાણીથી ભરેલો ગ્લાસ રાખવામાં આવે છે. સવારે જ્યારે મંદિરનો દરવાજો ખોલવામાં આવે છે, ત્યારે પલંગ પર ગડીઓ હોય છે અને પાણીનો ગ્લાસ ખાલી હોય છે.

અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.

Exit mobile version