Site icon Revoi.in

દેશમાં મોદી સરકારના શાસનમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક ડબલ થઈ

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક ડબલ થઈ ગઈ છે. એનએસઓ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ પ્રતિ વ્યક્તિની આવક ડબલ થઈને 1.72 લાખ ઉપર પહોંચી છે. જો કે, અસમાન આવક ડિસ્ટ્રીબ્યુશન એક મોટો પડકાર છે. વર્ષ 2014-15માં ભારતમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 86647 રૂપિયા હતી. આ ઉપરાંત નવ વર્ષમાં પ્રતિ વ્યક્તિ આવકમાં 99 ટકા સુધીનો વધારો થયો છે. બીજી તરફ આ સમયગાળામાં વાસ્તવિક મૂલ્ય એટલે કે સ્થિર દામ ઉપર પ્રતિ વ્યક્તિની આવકમાં 35 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2014-15માં વાસ્તવિક મૂલ્ય પર પ્રતિ વ્યક્તિ આવક રૂ. 72805 હતી જે વર્ષ 2022-23માં વધીને 98118 ઉપર પહોંચી છે. અર્થશાસ્ત્રી જયતિ ઘોષના જમાવ્યા અનુસાર આપણે હાલની કિંમતો ઉપર જીડીપી જોઈએ છે, પરંતુ મોંઘવારી દરના આંકડાને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ વધારો ખુબ ઓછો છે. જેએનયુના પૂર્વ પ્રોફેસરના જણાવ્યા અનુસાર આવકમાં થયેલા નોંધપાત્ર વધારો 10 ટકા વ્યક્તિઓના ખાતામાં જોવા મળે છે. જેની સામે સેલરી ટકાવારીમાં ઘટાડો થયો છે. એનએસઓના આંકડા અનુસાર કોવિડ દરમિયાન પ્રતિ વ્યક્તિની આવકમાં વાસ્તવિક અને હાલની આવકમાં ઘટાડો જોવા મળે છે. જો કે, તેમાં વર્ષ 2021 અને 2022-23માં તેજી જોવા મળી હતી.

પ્રીમિયર ઈકોનોમિક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના પૂર્વ નિદેશક પિનાકી ચક્રવર્તીએ કહ્યું હતું કે, વિશ્વ વિકાસ સંકેતક ડેટા બેઝ અનુસાર વર્ષ 2014થી 2019ના સમયગાળામાં અને હાલની સ્થિતિએ સરેરાશ 5.6 ટકા પ્રતિવર્ષ હતી. આપણે આરોગ્ય, શિક્ષણ, આર્થિક અને સામાજીક ગતિશીલતામાં સંબંધિત પરિણામોમાં સુધાર આવ્યો છે. કોવિડે આપણે ગંભીર અસર કરી હતી. જો કે, આપણે કોવિડ બાદ મહત્વપૂર્ણ આર્થિક સુધાર જોયો છે. મોદી સરકારે દેશના ગરિબ વર્ગને આર્થિક રૂપે સક્ષમ કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. સરકાર એ સિનિશ્ચિત કરવાની કોશિષ કરી રહી છે કે, સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાત મંદ લોકોને મળે. મફત રાશન વિતરણથી લઈને જનધન ખાતા જેવી યોજના સરકારે પ્રજા માટે શરૂ કરી છે. ઈન્સ્ટીટ્યુટ ફોર સ્ટિડીઝ ઈન ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના નિદેશક નાગેર કુમારે કહ્યું કે, પ્રતિ વ્યક્તિની આવકમાં વાસ્તવિક રીતે વધારો થયો છે. આ વધારો સમૃદ્ધિ દર્શાવે છે.

(Photo-File)