Site icon Revoi.in

આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંગઠનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ લોકોમાં નીકળ્યો છે દરમિયાન દેખ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન ઉપર કબજો જમાવી લીધો છે અને વડાપ્રધાનના ઘરમાં તોડફોડ કરી આગ લગાવી હતી. વડાપ્રધાને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે જ્યારે રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપે એવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આ ઉપરાંત શ્રીલંકાના કેબિનેટ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ બંધુલા ગુણવર્દને, હરિન ફર્નાન્ડો અને માનુષા નાનાયકારાએ રાજીનામું આપ્યું હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકામાં વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા હતા. જેના કારણે ઘણા વિસ્તારોમાં ભીષણ હિંસા થઈ હતી. શનિવારે સવારે ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. આ પછી પીએમ રાનિલ વિક્રમસિંઘે તેમના નિશાના પર આવ્યા અને તેમના ઘરે હિંસા થઈ હતી. ટોળાએ પીએમના ઘરની તોડફોડ કરી તેમને આગ ચાંપી દીધી હતી. આ વિસ્તારમાં સ્થિતિ હજુ પણ તંગ છે.

દરમિયાન સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધએ તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ અને પીએમના રાજીનામાની શરત મૂકી હતી. આ પછી રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.