Site icon Revoi.in

સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બે મહિનાથી પગાર ન મળતા પ્રમુખને ઘેરાવ કરાયો

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર ચુકવાયો નથી. અસહ્ય મોંઘવારીમાં સફાઈ કામદારોને બો મહિનાથી પગાર ન મળતા પરિવારની હાલત કફોડી બની છે. સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધિશોને વારંવાર રજુઆતો કરી હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચિફ ઓફિસર દ્વારા સંતોષકારક જવાબ પણ અપાતો નથી. આથી સફાઈ કામદારોએ નગરપાલિકાના પ્રમુખની કચેરીનો ઘેરાવ કર્યો હતો. કહેવાય છે, કે. ગ્રાન્ટના અભાવે કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીઓને પગાર ચુકવી શકાયો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના મહિલા સફાઈ કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગારની ચૂકવણી કરવામાં ન આવતા તેમણે નગર પાલિકાના પ્રમુખની ચેમ્બરનો ઘેરાવ કર્યો હતો. જેના પગલે નગરપાલિકામાં અફડાતફડી મચી જવા પામી હતી. સમયસર પગાર ચૂકવવામા ન આવતા કોન્ટ્રાકટ બેજના મહિલા સફાઈ કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. નગરપાલિકામાં જ પ્રમુખની ચેમ્બરનો ઘેરાવ કરી અને કોન્ટ્રાકટ બેજના મહિલા સફાઈ કર્મચારીઓ હલ્લાબોલ સાથે ધરણા પર ઉતર્યા હતા. જેના લીધે નગર પાલિકામાં ભારે તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતુ. સફાઈ કામદાર મહિલાઓએ જણાવ્યું હતું કે. અમે સવારથી સાંજ સુધી સફાઈ કામમાં જોતરાયેલા રહિએ છીએ. શહેરને સ્વચ્છ રાખવામાં મોટુ યોગદાન આપી રહ્યા છીએ. છેલ્લા બે મહિનાથી પગાર ન ચુકવાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

છેલ્લા 2 મહિનાથી પગારની ચૂકવણી કરવામાં ન આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. આથી સુરેન્દ્રનગર નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના મહિલા સફાઈ કર્મચારીઓએ તાત્કાલિક પગારની ચૂકવણી કરવાની માંગણી નગરપાલિકા સમક્ષ કરી હતી.