1. Home
  2. Tag "municipality"

ખેડા જિલ્લા પંચાયત સહિત 73 નગરપાલિકાની ચૂંટણીની ટુંક સમયમાં જાહેરાત કરાશે

રાજ્ય ચૂંટણી પંચે તમામ બેઠકોની મતદાર યાદી જાહેર કરી જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશન અને 92 તાલુકા પંચાયતોની ચૂંટણી એક સાથે યોજાશે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં ચૂંટણીમાં વિલંબ થશે ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ટુંક સમયમાં જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને તમામ બેઠકોની મતદાર યાદી પણ જાહેર કરી […]

અમરેલીના ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાનો નિર્ણય

ધારી ગ્રામ પંચાયતમાં ચાર ગામો મર્જ કરાયા, ગુજરાતમાં નરપાલિકાઓની સંખ્યા 160 પહોંચી, બે ગ્રામ પંચાયતોનો ઈડરનગર પાલિકામાં સમાવેશ કરાયો  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. મુખ્યમંત્રીના  આ મહત્વપૂર્ણ નિર્ણયોથી પ્રવાસન સહિત આર્થિક-સામાજિક વિકાસની ગતિને વેગ મળશે ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા,  હરિપરા,  વેકરીયાપરા,  નવાપરા-લાઈનપરા […]

ગુજરાતઃ 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ

અમદાવાદઃ રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીથી લઇને નાયબ જિલ્લા વિકાસ […]

વહીવટદાર શાસનમાં ખેડબ્રહ્મા નગરપાલિકા રામભરોસે : ટકાવારી સિવાયના કામ કરવામાં કોઈ રસ નથી

ખેડબ્રહ્મા : શહેરના શીતલ ચોકમાં પાણીની નવીન પાઈપ નાખવા માટે ખેડબ્રહ્મા નગરપાલિકાએ નવો નક્કોર તોડીને પાણીની પાઈપ લાઈન નાખી છે. પાણીની પાઈપ લાઈન નાખ્યાને બે માસ જેટલો સમય વીતી ગયો છે. પણ હજુ તે રોડ રીપેરીંગ નથી થયો પણ હાલ ચોમાસામાં મોટો ખાડો પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારને […]

મોરબીઃ ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો

અમદાવાદઃ મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ તીર્થધામ ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો. જોકે મોરબી જીલ્લામાં ચાર તાલુકામાં નગરપાલિકા હતી. પરંતુ ટંકરામાં નગપપાલિક ન હતી. ત્યારે થોડા દિવસ પહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સરકારે ટંકારાને નગરપાલિકનો આપવાની જાહેરાત કરી હતી. વહીવટદાર કેતન સખિયાને ફરજ પર રાખવામાં આવ્યા ત્યારે […]

ગુજરાતમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્ય સરકારના આ નિર્ણયની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદની નગરપાલિકાને પણ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવશે. નાણાંમંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, પોરબંદર-છાયા શહેર દરિયાકિનારે આવેલ વિશિષ્ટ ભૌગોલિક […]

ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ  રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તેમજ વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે  2084  કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરતાં મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ […]

પાલનપુર નગરપાલિકાની દુકાનોનું રૂપિયા 45 લાખનું બાકી ભાડુ ન ચુકવાતા 8 દુકાનોને સીલ લાગ્યા

પાલનપુરઃ શહેરની નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાનું વીજળી બિલ પણ બાકી છે. ત્યારે આવક વધારવા માટે બાકી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે દરમિયાન નગરપાલિકાની માલિકીની ભાડાની દુકાનોનું ભાડુ ન ભરતા દુકાન ધારકો પર વસુલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા એપ્રિલ 2023થી 14 ડિસેમ્બર 2023 સુધી […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી

લખનૌઃ ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે શનિવારે સવારે મતગણતરી શરૂ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં, રામપુર જિલ્લામાં સ્વર અને મિર્ઝાપુર જિલ્લામાં છાંબે વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન યોજાયું હતું, જ્યારે રાજ્યના 75 જિલ્લાઓમાં નગરપાલિકાની ચૂંટણીઓ માટે 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. અધિકારીઓએ […]

રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવાશેઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code