Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક ગેસની કિંમતમાં આ વર્ષે 250 ટકા સુધીનો વધારો

Social Share

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના અનેક દેશો વિજળી સંકટનો સામનો કરી રહ્યાં છે. ભારતનો પણ તેમાં સમાવેશ થાય છે. જો કે, ભારતમાં અત્યારે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની અછતની સાથે પ્રાકૃતિક ગેસ, કાચા તેલની કિંમતમાં ખુબ વધારો થયો છે. હાલ તેનો ભાવ રેકોર્ડ સ્તર ઉપર છે. જેથી મોંઘવારીમાં થયેલા વધારાની સાથે ઉર્જા સંકટ પણ વધવાની શકયતા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત આ જ વર્ષે અત્યાર સુધીમાં 250 ટકા સુધી વધી છે. તેનો સૌથી વધારે માર યુરોપીય દેશો ઉપર પડ્યો છે. અહીં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ગેસની કિંમતમાં છ ટકાનો વધારો થયો છે. એશિયાઈ દેશોની વાત કરીએ તો અહીં પણ ઈંધણની કિંમતમાં વધારો થયો છે. ઉર્જા સંકટ ઉભું થવાની સાથે જ કાચા તેલની કિંમતમાં વધારો થયો છે. તેમજ આગામી દિવસોમાં પણ કાચા તેલની કિંમતમાં વધારો થવાની શકયતા છે.

ભારતમાં વધારેમાં વધારે વીજળી કોલસાની મદદથી ઉત્પાદીત કરવામાં આવે છે. ભારતીય ખાણમાંથી નિકળતા કોલસાની ગુણવત્તા યોગ્ય નહીં હોવાથી ઈન્ડોનેશિયા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ઈન્ડોનેશયાથી આવતા કોલસાની કિંમત 60 ડોલર પ્રતિ ટનથી વધીને 250 ડોલર પ્રતિટન સુધી પહોંચી છે. જેથી કોલસાની કમી સર્જાઈ છે. કોલસાની અછતની સીધી અસર વીજળી ઉત્પાદન ઉપર પણ જોવા મળે છે. જો કે, અછતની પૂર્તિ માટે કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા નિર્દેશ કરાયો છે.