Site icon Revoi.in

વડાપ્રધાને 24 ઓક્ટોબરના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આપ્યું આમંત્રણ

Social Share

દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશવાસીઓને સંબોધન કરતા રહે છે,ત્યારે ફરી એકવાર મન કી બાતના 82 મા એપિસોડ માટે નાગરિકોને તેમના વિચારો જણાવવા હાકલ કરી છે, જે રવિવાર 24 ઓક્ટોબરના રોજ પ્રસારિત થશે.

મન કી બાત કાર્યક્રમના માધ્યમથી પીએમ મોદી દેશવાસીઓ સાથે સંવાદ કરે છે, દેશવાસીઓ સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએથી કોલ કે મેસેજ કરીને પોતોના વિચોરો આ કાર્યક્રમમાં રજુ કરી શકે છે.

મન કી બાત માટેના વિચારો નમો એપ, MyGov પર શેર કરી શકાય છે અથવા તમારો સંદેશ 1800-11-7800 ફોન નંબર પર રેકોર્ડ કરી શકાય છે.

એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું;”આ મહિને, # MannKiBaat કાર્યક્રમ 24 તારીખે થશે. હું તમને બધાને આ મહિનાના એપિસોડ માટે તમારા વિચારો શેર કરવા આમંત્રણ આપું છું. નમો એપ, @mygovindia પર લખો અથવા તમારો સંદેશ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 ડાયલ કરો.

જો કે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા પણ આ રીતે લોકોના મન કી બાત માટે દેશના નાગરિકોના મંતવ્યો માંગ્યા છે અને તેના પર મહત્વની વાત કહી છે. દેશમાં હવે કોરોનાની સ્થિતિ સુધરતા અનેક ક્ષેત્રે હવે સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે દેશના અર્થતંત્રમાં પણ સુધાર આવી રહ્યો છે.