Site icon Revoi.in

જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપવામાં આવી  

Social Share

દિલ્હી : જાપાનની રાજધાની ટોક્યોના દરિયાકાંઠે બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. અહેવાલ મુજબ,સવારે 5:30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપ 6.2 માઇલની ઊંડાઈએ કેન્દ્રિત હતો. ભૂકંપના આંચકાને કારણે અત્યાર સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી. ભૂકંપને કારણે પૃથ્વી લગભગ અડધી મિનિટ સુધી હચમચી ગઈ.

જાપાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અધિકારીઓએ કહ્યું કે, આના કારણે સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપનું કેન્દ્ર જાપાનના કિનારે લગભગ 40 કિમી દૂર હતું. જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે. તેથી અહીંની ઇમારતો અને ઘરોને પણ તે મુજબ ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી વધારે નુકસાન ન થાય.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.