Site icon Revoi.in

ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું આજે ગુરૂવારે પરિણામ જાહેર કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. માર્ચ-2022માં લેવાયેલી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે જુવાઈમાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજે ગુરૂવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  માર્ચ 2022માં ધોરણ 10 અને 12ની  પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક  વિષયમાં નાપાસ હોય તેવા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 અથવા 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરમાં 50000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજે ગુરૂવારે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે.

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ  સંબંધિત વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકશે. ધોરણ.12 સાયન્સના વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ બીએસસી, તેમજ ઈજનેરી કોલેજોમાં પણ મેરિટના આધારે પ્રવેશ મેળવી શકશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ આર્ટ્સ-કોમર્સ, બીબીએ, બીસીએ સહિતની કોલેજામાં પ્રવેશ મેળવી શકશે,  થોડા દિવસ પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર થયું હતું. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.