Site icon Revoi.in

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ આવતી કાલે સોમવારે જાહેર થશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર આવતીકાલે સોમવાર તા. 23 ઓગસ્ટના રોજ સવાર 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદાજે 97 હજાર રિપીટર્સે પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો, 12 સાયન્સના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ 6 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું.12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.

કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ હતી. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજો બંધ હતા. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું. જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી. જો કે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી. જેથી 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.