Site icon Revoi.in

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના કારણે મૃત્યુનો ખતરો માત્ર પુરુષોમાં જોવા મળે છે. જ્યારે મહિલાઓને તેની કોઈ અસર જોવા મળતી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગરમીના કારણે મોત અને હ્રદયની બીમારીમાં વધારો થતો હોવાનું અગાઉ અભ્યાસમાં સામે આવ્યું હતું. જો કે, કોઈ ચોક્કસ ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જેથી ટોરન્ટો યુનિવર્સિટીની એક ટીમે 60થી 69 વર્ષના લોકોના મૃત્યુના બનાવો ઉપર અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં ઓફિસ ફોર નેશનલ સ્ટેટિક્સના 2001થી 2015 સુધી જૂન-જુલાઈમાં હાર્ટની બીમારીથી થયેલા મૃત્યુના આંકડા મેળવવામાં આવ્યાં હતા. અભ્યાસ સામે ઈંગ્લેન્ડ અને વેલ્સ જેવા દેશો પસંદ કરવામાં આવ્યાં હતા. 2001થી 2015 દરમિયાન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાર્ટની બીમારીથી કુલ 39912 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે કિંગ કાઉન્ટીમાં 488 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તાપમાનમાં 1 ડીગ્રીના વધારાના કારણે 60થી 64 વર્ષના પુરુષોમાં હાર્ટની બીમારીથી મૃત્યુના ખતરાનો દર 3.1 ટકા જેટલો હતો. આ વર્ગમાં મહિલાઓને સામેલ કરવામાં આવી ન હતી. કિંગ કાઉન્ટીમાં તાપમાનમાં એક ડિગ્રીના વધારાથી 65 તથા તેનાથી ઓછી ઉંમરના પુરુષોમાં હાર્ટની બીમારીથી મૃત્યુનું જોખમ 4.8 ટકા રહ્યું હતું.