Site icon Revoi.in

બ્રિટનની સંસદમાં ગુંજ્યો જય શ્રીરામનો નારો, રામના ભજન પર ઝુમ્યા બ્રિટિશ નેતાઓ

Social Share

લંડન: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ-જેમ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. રામભક્તોમાં ઉલ્લાસ પણ વધી રહ્યો છે. દેશ હોય અથવા વિદેશ, દરેક ઠેકાણે રામભક્તોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીરામની પ્રત્યે રામભક્તોનો પ્રેમ લંડનના હાઉસ ઓફ કોમનમાં પણ જોવા મળ્યો હતો.

બ્રિટનના હાઉસ ઓફ કોમનમાં સનાતન સંસ્થા યૂકે તરફથી યુગપુરુષ નામનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં રામની અયોધ્યા નગરી સંદર્ભે સંગીતના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી. આ દરમયિાન રેડિયો જોકી તરીકે કામ કરનારા મિથિલાનું પ્રતિનિધિત્વ કરનારા બેતિયાના ચંદા ઝાએ સંગીતના માધ્યમથી રામગીત રજૂ કર્યું હતું.

આ દરમિયાન હાઉસ ઓફ કોમનમાં બેઠેલા તમામ લોકોએ એકસાથે ગીત ગાયું. તો બાળકોએ ભરતનાટયમ દ્વારા ભગવાન રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદ્મશ્રી બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેન પણ હાજર હતા. તેમણે પણ ભગવો ગમછો ઓઢીને જય શ્રીરામના સૂત્રો પોકાર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય સનાતન અને હિંદુત્વને પ્રોત્સાહન આપવાનો છે.

ચંદા ઝાએ કહ્યું છે કે લંડનના હાઉસ ઓફ કોમનમાં રામના બજન ગાવથી સમગ્ર વાતાવરણ રામમય થઈ ગયું. દરેક પ્રકારની ભાષામાં રામનું નામ હતું અને તમામ લોકો તેમના ગાયેલા ગીત પર ઝુમી ઉઠયા હતા. તમામે તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો.

લંડનમાં રેડિયો જોકી તરીકે કામ કરી રહેલા ચંદા ઝાએ કહ્યું છે કે હંમેશા સનાતન અને હિંદુ ધર્મને પ્રોત્સાહન આપવાનું કામ કરવું જોઈએ. અમે લંડનમાં રહીને અયોધ્યા આવી શકતા નથી. પરંતુ લંડનમાં જ રામના મંદિરમાં દીપ પ્રાગટ્ય કરીશું. અમે તમામ ભારતીયો પૂજાપાઠ કરીશું. લંડનમાં જ અમે રામ આયેંગે, તો અંગના સજાયેંગે ગીત ગાઈશું.