Site icon Revoi.in

કંઈ પણ ટીપ્પણી સમયએ વધારે સાવધાન રહેવા નિચલી અદલતોને સુપ્રીમની તાકીદ

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરની નીચલી અદાલતોને સુનાવણી દરમિયાન ખૂબ જ કાળજીપૂર્વક ટિપ્પણી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કેસોની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટ અને નીચલી અદાલતોએ વિચારશીલ નિવેદનો આપવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના દિવસોમાં કેસોની ઓનલાઈન સુનાવણી થાય છે, આ સુનાવણીને કારણે તમારા નિવેદનોની દૂરગામી અસર થાય છે. ન્યાયિક પ્રણાલીમાં પારદર્શિતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ઓનલાઈન સુનાવણી શરૂ થયા બાદ આવી પારદર્શિતા ક્યારેય જોવા મળી નથી.

જસ્ટિસ ક્રિષ્ના મુરારી અને જસ્ટિસ એ.અમાનુલ્લાહની બેન્ચે તેમના ચુકાદામાં કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ગયા વર્ષે જુલાઈમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી વિરુદ્ધ જામીન અરજીની સુનાવણી દરમિયાન આપેલા આદેશને ફગાવી દેતા અવલોકનો કર્યા હતા.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે  કહ્યું કે, કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણને કારણે, કોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓના દૂરગામી પરિણામો આવી શકે છે, અને આ કેસમાં જોઈ શકાય છે, તે સામેલ પક્ષકારોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. કર્ણાટક હાઈકોર્ટના સિંગલ જ્જે પોતાના આદેશમાં એક ઉચ્ચ અધિકારીને અરજદારનો રેકોર્ડ તપાસ નિર્દેશ કર્યો હતો.

ખંડપીઠે કહ્યું, આવી સ્થિતિમાં, અદાલતોએ સામેલ પક્ષો વિરુદ્ધ ટિપ્પણી કરતી વખતે વધુ સાવચેત રહેવું જરૂરી છે. તેમણે કહ્યું કે, કોર્ટે કોઈ પણ ટિપ્પણી ત્યારે જ કરવી જોઈએ જ્યારે તે યોગ્ય મંચ પર યોગ્ય ન્યાયિકતા સાથે ન્યાયિક હેતુઓ પૂરી કરી રહી હોય.

Exit mobile version