Site icon Revoi.in

સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ના ટિઝરે અનેક રેકોર્ડ તોડ્યા, સોશિયલ મીડિયા પર છવાયું ટિઝર

Social Share

 

મુંબઈ – સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારનું તાજેતરમાં ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટિઝરે અનેક ફિલ્મના ટિઝરના રેકોર્ડ બ્રેક કર્યા છે અને તે સોશિયલ મીિયા પર છવાયું છે. ફિલ્મ આદિપુરુષની હતાશઆ બાદ આગામી ફિલ્મ ‘સાલાર’ પાસેથી દર્શકોને આશાઓ છે.

રિલીઝ થયેલા આ ટીઝરમાં હાઈ વોલ્ટેજ એક્શન અને જબરદસ્ત સ્ટંટ તેમજ પ્રભાસની શક્તિશાળી ઝલક બતાવવામાં આવી છે.આ ટિઝર રિલીઝ થતા જ ચર્ચાનો વિષય બન્યું છે સોસિયલ મીડિયા પર ટિઝર છવાયેલું છે.જોરદાર એક્શન અને ડાયલોગ્સથી ભરપૂર સલારના ટીઝરમાં સુપરસ્ટાર પ્રભાસની પ્રશંસા કરવામાં આવશે. પરંતુ આ આખા ટીઝરમાં એક એવો એક્ટર છે, જેણે પોતાના ખતરનાક લુકથી લાઈમલાઈટ લીધી હતી. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ પૃથ્વીરાજ સુકુમારન છે, જેમણે સલારના ટીઝરમાં પોતાની ઝલકથી ચાહકોનું દિલ જીતી લીધું છે .

પૃથ્વીરાજ સુકુમારનની વાત કરીએ તો તેણે દક્ષિણની મોટાભાગની ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે, તેઓ પ્રતિભાશાળી કલાકારોની યાદીમાં સામેલ છે. કપા, જન ગણ મન, લુસિફર અને કડુવા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે સાલાર તેની આગામી ફિલ્મ છે.

આ સહીત ફિલ્મમાં અભિનેતા ટીનુ આનંદ અને અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને ટીઝરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રભાસની ફિલ્મ સલાર 28 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં  રિલીઝ થશે. નિર્માતાઓએ ફિલ્મના પહેલા ભાગનું નામ ‘સલારઃ ધ સીઝ ફાયર’ પાર્ટ-1 રાખ્યું છે. આવી સ્થિતિમાં, આશા છે કે ફિલ્મના આગામીભાગ આવી શકે છે.
જો ટીઝરની વાત કરીએ તો ટીઝરમાં પ્રભાસ ક્યારેક તલવાર તો ક્યારેક બંધુકથી પોતાના દુશ્મનો સાથે ફાઈટ કરતો નજરે પડે  છે. આ ફિલ્મમાં પણ બાહુબલી અને કેજીએફની જેમ હાઈ લેવલ વીએફએક્સનો ઉપયોગ થયો છે ત્યારે ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માત્ર 24 કલાકમાં ટીઝરે ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે અને દરેક રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મનો ડાયલોગ, “સિંહ, ચિત્તા, વાઘ અને હાથી સૌથી ખતરનાક પ્રાણીઓ છે. પરંતુ જુરાસિક પાર્કમાં નહીં..” પ્રિય સ્ટાર પ્રભાસનું બીજું નામ બની ગયું અને તેના પ્રતિભાવ તરીકે રિલીઝ થયું. તેના 83 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. પ ટીઝરે ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે .