Site icon Revoi.in

રાજ્યમાં RTE અંતર્ગત ખાલી પડેલી 8501 જગ્યાઓ પર પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા આજથી હાથ ધરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા  લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરી હાલમાં ચાલી રહી છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યની કુલ 9955 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. પ્રવેશના બે રાઉન્ડ બાદ ખાલી રહેલી 8501 જગ્યાઓ પર તા.26મીથી પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત RTE હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 26 મેથી 28 મે સુધીમાં RTEના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃપસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃપસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા  લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરી હાલમાં ચાલી રહી છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યની કુલ 9955 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. પ્રવેશના બે રાઉન્ડ બાદ ખાલી રહેલી 8501 જગ્યાઓ પર તા.26મીથી પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે

સૂત્રોએ દુમાં જણાવ્યું હતું કે, અગાઉ વિધાર્થીઓની પસંદગી અને 6 કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં 64,463 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 58,347 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી 13,049 જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી માન્ય અરજી ધરાવતા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે ખાલી જગ્યાઓ માટે શાળાઓની પુનઃપસંદગીની તક 12 મેથી 14 મે દરમિયાન આપવામાં આવી હતી. ત્યારબાદ RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા. 17 મેને મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 6334 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 4548 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.

બીજા રાઉન્ડની ફાળવણી બાદ ખાલી રહેલી 8501 જગ્યાઓ પર RTE પ્રવેશ પ્રક્રિયાનાં ત્રીજા રાઉન્ડની કાર્યવાહી કરાશે. જે અંતર્ગત RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 26 મેથી 28 મે સુધીમાં RTEના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃપસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે.