Site icon Revoi.in

ભારત અફઘાનિસ્તાન વચ્ચે આજથી ત્રણ મેચની ટી-20 સિરીઝ શરૂ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી-20 મેચોની સીરીઝની પહેલી મેચ આજે મોહાલીમાં રમાશે. ટી-20 ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ પરત ફરી રહ્યા છે, પરંતુ આજની મેચમાં વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર રમશે નહીં. આ સીરીઝ ટીમ ઇન્ડિયા માટે ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખતાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે.

જોકે, પ્રથમ ટી20માં બે સ્ટાર ખેલાડી જોવા મળશે નહીં. પ્રથમ, ભારતના વિરાટ કોહલી અને બીજા, અફઘાનિસ્તાનનો સુપરસ્ટાર રાશિદ ખાન. કોહલી બીજી T20થી ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે. જ્યારે રાશિદ આખી T20 શ્રેણીમાંથી બહાર છે.

2024 T20 વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી T20 સિરીઝ છે. કેપ્ટન રોહિત શર્મા લાંબા સમય બાદ આ ફોર્મેટમાં વાપસી કરી રહ્યો છે. તેણે છેલ્લે 2022 T20 વર્લ્ડ કપમાં T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ T20 સિરીઝ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે અને ત્યારબાદ IPL 2024નું આયોજન કરવામાં આવશે.