Site icon Revoi.in

સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, રિંગરોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જેથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સવારે 9થી 12 અને સાંજના 6થી9ના સમયગાળામાં ટોમ્પો, લોડિંગ રિક્ષા સહિતના વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રિંગ રોડ વિસ્તાર ઉપર ટ્રાફિકની ભારે સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન ટેક્સટાઈલ માર્કેટ, સંગઠનો અને પોલીસની એક બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. જેથી હવે સવારે 9થી 12 અને સાંજે 6થી 9માં ટેમ્પો, લોડિંગ રીક્ષા, છોટા હાથી પર રોક લગાવવામાં આવી છે. સુરતમાં ટેકસટાઇલ માર્કેટ ટ્રાફિક હંમેશા  માટે અડચણરૂપ બનતો હોય છે. સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં માલની અવર જવરના વાહનોના કારણે ટ્રાફિક લોકો માટે માથાનો દુખાવો બનતો હોય છે. જેથી વારંવારની રજૂઆતો બાદ ટ્રાંફિક નિયંત્રણ લાવવા માટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાહન અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. જેથી લોકો દ્વારા બેફામ વાહન હંકારનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠી છે.