1. Home
  2. Tag "traffic problem"

પાલિતાણામાં માંડવી ચોક સહિત મુખ્ય બજારમાં વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. બીજીબાજુ પાલિતાણામાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામના વારંવાર દ્રશ્યો સર્જાય રહ્યા છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ રોડ ઉપર ચક્કાજામ અને અકસ્માતના […]

ભુજમાં જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સર્જાતી સમસ્યા

ભુજઃ કચ્છના મુખ્ય મથક ગણાતા ભૂજ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વસતીમાં વધારો થવાની સાથે જ વાહનોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના વાણિયાવાડ, છઠ્ઠી બારી, અનમ રિંગરોડ અને જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આ સમસ્યા વિશેષ રૂપે દેખાઈ રહી છે. ખાસ કરીને જ્યુબિલી સર્કલ ખાતે વહેલી સવારથી […]

ભાવનગરના મહુવામાં ટ્રાફિકની સમસ્યા, વાહનોની અવરજવરના પ્રતિબંધનો ભંગ કરતા વાહનચાલકો

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેરમાં ટ્રાફીક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. વાહનચાલકો જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. અને ટ્રાફિક પોલીસનો ભય ન હોય તેમ બિન્દાસ્તથી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય છે. મહુવા શહેરમાં મખ્ય બજારમાં વેપારીઓએ દુકાનો બહાર દબાણો કરેલા હોય છે. ઉપરાત વાહનચાલકો નો એન્ટ્રી હોવા છતાં વાહનો ઘૂસાડતા હોય છે. તેથી રાહદારીઓને […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, પાલિકાને કોઈ રસ નથી

પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો વાહનો લઈને આવતા હોય છે. ઉપરાંત પાલિતાણામાં પણ વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શહેરી સાંકડી બજારો એની એ જ છે. બીજુ કે જે નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા છે. એમાં વાહન પાર્કિંગ માટેની કોઈ સુવિધા જ નથી.પાર્કિંગ સુવિધા […]

ગોંડલના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા, રોડ પરના દબાણો અને આડેધડ પાર્કિંગ જવાબદાર

ગોંડલઃ  શહેરના મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. શહેરના બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા રોડ, જેલચોક, પાંજરાપોળ, ગુંદાળા દરવાજા, સેન્ટ્રલ સિનેમા ચોક, ત્રણ ખૂણિયા સહિતના વિસ્તારોમાં રોજિંદા મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. ત્યારે સવારથી સાંજ સુધીમાં અનેકવાર આ મુખ્ય ચોક પર ટ્રાફિકજામ થવા પામે છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો તેમજ શહેરના […]

ડીસામાં રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, ઓવરબ્રિજ બનાવવાની માગ

ડીસાઃ ડીસામાં ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં ડીસા-પાટણ હાઈવે પરના જુનાડીસા રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે. આ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી  વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.  ફાટક બંધ થાય ત્યારે વાહનો સામસામે ભીડાઈ જતા હોવાથી ફાટક ખુલે ત્યારબાદ પણ કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત […]

પાલિતાણામાં બસસ્ટેન્ડથી પુલ સુધી અને ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધી ટ્રાફિકની વિકટ સમસ્યા

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલીતાણા શહેરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બસ સ્ટેન્ડથી પુલ સુધીનો માર્ગ તેમજ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના માર્ગ પર વારંવાર ચક્કાજામના બનાવો બને છે અને નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. આ બન્ને રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. બન્ને માર્ગો પરના દબાણો હટાવવામાં […]

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન, ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં પોલીસ નિષ્ક્રિય

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. સૌથી વધુ ટ્રાફિકથી શહેરીજનો પરેશાન હોય તો એ શહેરના પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં છે. પાલનપુર પશ્ચિમ પોલીસ પંથકની હદમાં આવતા જુના આરટીઓ સર્કલ પર ટ્રાફિક નિયંત્રણની કામગીરી ન થતી હોવાથી કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાય છે. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં આડેધડ વાહનોને કારણે અને […]

સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, રિંગરોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જેથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સવારે 9થી 12 અને સાંજના 6થી9ના સમયગાળામાં ટોમ્પો, લોડિંગ રિક્ષા સહિતના વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code