Site icon Revoi.in

માંસાહારીઓની પ્રચૂરતા ધરાવતા ઈસ્લામિક દેશોમાં પણ વધી રહ્યો છે વીગન ડાયટનો ટ્રેન્ડ,જાણો તેના ફાયદા અને નુકશાન

Social Share

નવી દિલ્હી: હાલના દિવસોમાં દુનિયાભરમાં ખાનપાનને લઈને અલગ-અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. લોકો વીગન ડાયટ, નોન આલ્કોહોલિક ભોજન તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં પણ ઘણાં લોકો તમને વીગન ડાયટનું સમર્થન કરતા મળી જશે અને માત્ર ભારતમાં નહીં હવે તો ઈસ્લામિક દેસોમાં પણ તેનું ચલણ વધી રહ્યું છે. આ અમે નહીં, પરંતુ દુબઈના સૌથી મોટા ફૂડ ફેયર્સમાથી એક ગલ્ફ ફૂડના એક્સપર્ટનું કહેવું છે. ગત કેટલાક વર્ષોમાં વીગન ડાયટ બેહદ લોકપ્રિય થયું છે. કેટલીક દુકાનો પણ ખુલી ગઈ છે, જે પ્લાન્ટ બેસ્ડ શાવરમા મીટ વેચે છે. આવો જાણીએ કે આખરે આ ડાયટની પાછળ કેમ ભાગી રહ્યા છે લોકો અને તેના ફાયદા અને નુકશાન શું છે?

વીગન ડાયટ શું છે ?

આ એક પ્રકારે વેજિટેરિયન ડાયટ જ નથી, પરંતુ તેનાથી પણ એક પગલું આગળ છે. વીગન ડાયટનો અર્થ છે- માંસ, પોલ્ટ્રી, માછલી, ડેરી, ઈંડા અને મધ વગરનું ભોજન. આમા લોકો તમામ પ્રકારના ડેરી ઉત્પાદનો એટલે કે દહીં-દૂધ, માખણ, ઘી અને છાશને છોડી દે છે. આ ડાયટમાં માત્ર અનાજ, શાકભાજી, ફળ અને ડ્રાયફ્રૂટ્સ જેવી ચીજોને જ ખાઈ શકે છે.

હવે જે પ્રકારે દૂધ-દહીં જેવી બેઝિક વસ્તુઓના ખાવા પર પણ પ્રતિબંધ રહે છે. તો મોટાભાગે સવાલ ઉઠે છે કે આવા ડાયટને ફોલો કરવાથી પુરું પોષણ મળશે. ખાસ કરીને કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ કેવી રીતે પુરી થશે. વીગન ડાયટ લેનારા લોકો પ્રોટીન માટે સોયા, ટોફૂ, સોયા મિલ્ક, દાળો, પીનટ બટર, બદામ વગેરે પર નિર્ભર રહે છે. વીગન ડાયટમાં કેલ્શિયમ લીલા પાંદડાવાળા શાકભાજીઓ, ટોફૂ અને રાગીના લોટ વગેરેમાંથી મળે છે.

શા માટે વીગન ડાયટની તરફ ખેંચાય રહ્યા છે લોકો?

વિશ્વભરમાં લોકોના માંસાહારી ભોજનને છોડવા પાછળનું સૌથી મોટું કારણ છે, તેનાથી થનારી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ. દશકાઓથી પબ્લિક હેલ્થ એક્સપર્ટે લોકોને ઓછું માંસ ખાવાની અને ખાસ કરીને ગૌમાંસ અને સૂવ્વરના માંસ નહીં ખાવાની સલાહ આપી છે. વધારે માંસાહારી ભોજનથી હ્રદયરોગ, સ્ટ્રોક અને કેન્સર જેવી બીમારીઓ થાય છે.

બીજું મોટું કારણ છે- પશુઓની સાથે કોઈપણ પ્રકારે ઉત્પીડન થાય નહીં. આ ઘણાં લોકોને શાકાહારી ભોજન શરૂ કરવા માટે પ્રેરીત કરે છે. ઘણાં શાકાહારીઓનું માનવું છે કે તમામ પશુઓને જીવવાનો અને સ્વતંત્રતાનો અધિકાર છે.

જો તમે કોઈને પુછો કે તેમણે વીગન ડાયટ લેવાનો નિર્ણય કેમ  કર્યો, તો તે વાતની પુરી સંભાવના છે કે તેઓ પર્યાવરણ બાબતે કંઈક જણાવશે. ઘણાં લોકો જે પ્લાન્ટ બેસ્ડ ડાયટ લે છે, તે પર્યાવરણની સુરક્ષા કરવાના તર્કને આપે છે અને તેના કારણે માંસાહાર છોડયાની વાત કરે છે. જો કે કેટલાક રિસર્ચ દાવો કરી રહ્યા છે કે જો ધરતી પર દરેક શાકાહારી થઈ જાય, તો પણ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં માત્ર 2.6 ટકાનો ઘટાડો થશે.

વીગન ડાયટના ફાયદા-

દરેક ડાયટના ફાયદા અને નુકશાન છે. આ વાત વીગન ડાયટની સાથે પણ છે. તો પહેલા આપણે તેના ફાયદા જાણીએ-

વજન ઓછું કરવાની મનસા ધરાવતા લોકો માટે આ ડાયટ મદદગાર છે. હેલ્થલાઈન વેબસાઈટ મુજબ, ઘણાં અભ્યાસોમાં ઉજાગર થયું છે કે વીગન ડાયટ ફોલો કરનારા લોકો નોન-વીગન લોકોની સરખામણીએ પાતળા હોય છે અને તેમનો બોડી માસ ઈન્ડેક્સ ઓછો હોય છે.

હ્રદયના આરોગ્ય માટે પણ આ ડાયટ ફાયદાકારક હોય છે. વીગન ડાયટને ફોલો કરનારા બેડ કોલેસ્ટ્રોલથી બચેલા રહે છે અને આ પ્રકારે તેમના હ્રદયને પણ હેલ્ધી બનાવી રહ્યા છે. આ સિવાય તે ટાઈપ-2 ડાયાબિટિઝ અને કેટલાક કેન્સરથી પોતાના બચાવી શકે છે. બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઓછી થાય છે.

કેટલાક અભ્યાસોમાં એ પણ ખબર પડે છે કે વાના દર્દીઓને પણ વીગન ડાયટ લેવાથી ફાયદા થાય છે. અભ્યાસમાં વાથી પીડિત લોકોને યા 6 સપ્તાહ માટે વીગન ડાટ પર સ્વિચ કરવાનું કહેવામાં આવે છે. જે દર્દીઓ વીગન ડાયટ પર સ્વિચ થાય છે, તેમને વાના દર્દોમાં રાહત મળે છે

વીગન ડાયટનું નુકશાન-

વીગન ડાયટનું સૌથી મોટું નુકશાન એ છે કે જો તેને યોગ્ય રીતે ફોલો કરવામાં આવે નહીં, તો તેનાથી શરીરને પુરતું પોષણ મળવામાં મુશ્કેલી થાય છે. ખાસ કરીને તેનાથી શરીરને એટલું કેલ્શિયમ મળતું નથી, જેટલું કેલ્શિયમ જરૂરી હોય છે. જાનવરોના ફેટમાં આયરનનું સારું પ્રમાણ હોય છે. પરંતુ જો તેને ખાવામાં આવે નહીં, તો આયરનની ઉપણને કારણે એનીમિયા થઈ શકે છે. વિટામિન- બી-12ની ખામીથી એનિમિયા થઈ શકે છે. નોન વેજ ભોજનમાં અને દૂધમાંથી બનેલી ચીજોમાં સારી માત્રામાં બી-12 હોય છે. જે પણ લોકો વીગન ડાયટને ફોલો કરે છે, તેઓ વિટામિન બી-12, વિટામિન –ડી અને કેલ્શિયમના લેવલને ધ્યાનમાં રાખે. બાકી તમારા સ્વાસ્થ્ય માટે સારું તો એ છે કે તમે ટ્રેન્ડને ઓછો ફોલો કરો અને ડોક્ટરની સલાહ બાદ વીગન ડાયટ તરફ આગળ વધો.