Site icon Revoi.in

5G પરીક્ષણમાં ચાઈનીઝ કંપનીને બહાર રાખવાના ભારતના નિર્ણયને અમેરિકાએ યોગ્ય માન્યો

Social Share

દિલ્લી: ભારત સરકાર ગલવાન ઘાટીમાં આપેલા ભારતીય જવાનોના બલીદાનને ભૂલવા માટે તૈયાર નથી. તેને લઈને ભારત સરકારે ચીન સાથે નોંધપાત્ર રીતે કેટલાક વેપારી સંબંધો તોડી નાખ્યા છે. આમાં સૌથી મોટો ફટકો ભારત સરકારે ચીનને – ચાઈનીઝ કંપનીઓને 5G નેટવર્કના પરીક્ષણમાંથી દુર કરીને માર્યો છે.

ભારતના આ નિર્ણયથી ચીનની સરકાર તો ચીંતામાં છે જ પંરતુ આ નિર્ણયને હવે અમેરિકાના સાંસદો દ્વારા પણ યોગ્ય માનવામાં આવ્યો છે. ભારતના દૂરસંચાર વિભાગે મંગળવારે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને એમટીએનએલના 5જી પરીક્ષણ માટેની અરજીઓને મંજૂરી આપી છે, પરંતુ તેમાંથી કોઈપણ ચીની કંપનીઓની ટેક્નિકનો ઉપયોગ કરશે નહીં.

ચાઇનીઝ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ માઇકલ મેકકોલે જણાવ્યું હતું કે, હ્યુઆવેઇ અને ZTEને 5G પરીક્ષણમાંથી બહાર રાખવાનો નિર્ણય ભારત અને વિશ્વના લોકો માટે સારો છે. ચીનના કાયદા મુજબ હ્યુઆવેઈ અને ZTE સહિત અનેક કંપનીઓને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આદેશ પર કામ કરવુ પડે છે.”

નોંધનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો બતાવીને કેટલીક ચીની કંપનીઓ પર જોખમી કંપનીની યાદીમાં મુકી હતી.

મેકકોલે વધારે કહ્યું હતુ કે, જ્યાં સુધી આ કંપનીઓને અમારા નેટવર્કમાંથી બાકાત રાખવામાં નહીં આવે ત્યાં સુધી તે એક ખતરો રહેશે જેનું નિવારણ લાવી શકાતું નથી અને મને આનંદ છે કે ભારતે આ જોખમને માન્યતા આપી છે. ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું કે કેમ તે સીસીપી નિયંત્રિત તકનીકી દ્વારા ઉદ્ભવેલ સુરક્ષા જોખમો સામે લડવામાં વૈશ્વિક નેતા છે.