Site icon Revoi.in

અમદાવાદમાં ભૂગર્ભ મેગા ડ્રેનેજ લાઈનના નિરિક્ષણ માટેના કિંમતી કેમેરા તસ્કરો ઉઠાવી ગયા

Social Share

અમદાવાદઃ શહેરમાં ભૂગર્ભ ગટરના સફાઈનો કોન્ટ્રાક્ટ પવામાં આવ્યો છે. જેમાં આશ્રમ રોડ પરની મેગા ભૂગર્ભ ગટરલાઈનમાં ક્યા બ્લોકેજ છે. તેના નિરિક્ષણ માટે અદ્યત્તન કેમેરા દ્વારા નિરિક્ષણ કરવામાં આવતું હોય છે. ગટરની સફાઈનો કોન્ટ્રાકટ ધરાવતી કંપનીએ એમજે લાઇબ્રેરી પાસે લોક કરીને રાખેલા કન્ટેનરમાંથી તસ્કરો રૂ.3.77 લાખના કેમેરા સાથેના વાયર સહિતની સામગ્રી ચોરી ગયા હતા.  કેમેરીની ચોરી થયાની એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં રહેતા રવિન્દ્રસિંહ અમરસિંહ ઠાકુર( ઉ.વ.53) વડોદરા દિનેશમીલની બાજુમાં આવેલી જાગૃતિ સિકયોરીટીની ઓફિસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષથી પાલડીથી વાડજ સુધીની ગટરની સફાઈનું કામ આઈટીટી ઈન્ડિયા લિમિટેડ કંપની કરી રહે છે જ્યાં સિકયોરીટી ગાર્ડ જાગૃતિ સિકયોરીટી કંપનીમાંથી મૂકવામાં આવે છે. કંપની ગટરની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સામાન કન્ટેનરમાં ભરીને લોક કરીને રાખે છે. હાલમાં કંપનીનું ગટરનું સફાઈ કામ એલિસબ્રિજ એમ.જે.લાઇબ્રેરી સામે ચાલી રહ્યુ હોવાથી કન્ટેનર ત્યાં મુકવામાં આવ્યું હતુ. 27 જાન્યુઆરીએ સવારે કન્ટેનરનું લોક તૂટેલુ હોવા અંગે સિકયોરીટી ગાર્ડ કોમલભાઈએ રવિન્દ્રસિંહને જાણ કરી હતી. તપાસ કરી તો કન્ટનરમાંથી સીસીટીવી સહિતના કેબલ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 3.77 લાખની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે રવિન્દ્રસિંહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે. કે, ચોરીની આ ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતા છે