Site icon Revoi.in

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ દેશભક્ત કે રાષ્ટ્રવાદી નથીઃ અભિજીત ભટ્ટાચાર્ય

Social Share

મુંબઈઃ પોતાની ગાયકીથી લોકોના દિલ પર રાજ કરનાર જાણીતા ગીતકાર અભિજીત ભટ્ટાચાર્ય અગાઉ એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની ગાયકોને પ્રમોટ કરવા બદલ સલમાન ખાનની ટીકા કરી હતી. દરમિયાન તાજેતરમાં  ગાયકે કહ્યું કે બોલિવૂડમાં એક પણ અભિનેતા સાચો રાષ્ટ્રવાદી કે દેશભક્ત નથી. બોલીવુડના જાણીતા ગાયક અભિજીતે બોલીવુડના કેટલાક લોકો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

તેમણે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેવડા ધોરણો છે. ગાયકે કહ્યું કે તે એક સાચો રાષ્ટ્રવાદી હોવાને કારણે તેને સહન કરવું પડ્યું છે. કપલ પર નિશાન સાધતા ગાયકે કહ્યું કે, પતિ સોશિયલ મીડિયા પર એક વાતનો પ્રચાર કરે છે, જ્યારે તેની પત્ની, જે રાજકારણમાં સક્રિય છે, તે કંઈક બીજું કહે છે.

ગાયકે કહ્યું, “બોલિવૂડમાં કોઈ પણ માણસ દેશભક્ત નથી. આમાં પતિ એક વાત કહે છે અને પત્ની સંસદમાં જઈને કંઈક બીજું કહે છે. તેથી પૈસા આપીને કોઈને દેશભક્ત ન બનાવો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિજીત 90ના દાયકાના ફેમસ સિંગર હતા. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા સુપરસ્ટાર્સ માટે ગીતો ગાયા છે. તેણે શાહરૂખ માટે ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો, જે લોકોને ખૂબ પસંદ આવ્યા. સિંગિંગ સિવાય તે ઘણા સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળી ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિજીતે અગાઉ બોલીવુડમાં પાકિસ્તાની કલાકારો અને ગાયકોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ લાંબા સમયથી પાકિસ્તાનના કલાકારોના કામને લઈને વિરોધ કરી રહ્યાં છે.

Exit mobile version