Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં છે કેટલાક એવા ગામ, જે કોરોનાનું હોટસ્પોટ બન્યુ તો પણ લોકો વેક્સિન લેતા નથી

Social Share

મુંબઈ: દેશમાં અત્યારે સરકાર માટે સૌથી મોટો પડકાર છે કે દેશની જનતા વેક્સિન આપવી, કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના આદિજાતી અને ગ્રામીણ વિસ્તારોમાંથી ચોંકાવનારી ખબર આવી રહી છે.

મહારાષ્ટ્રમાં ચંદ્રપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી આવતી ફરિયાદોમાં જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકો વેક્સિનને લઈને અંધશ્રધ્ધા મનમાં રાખીને બેઠા છે અને તેના કારણે લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે. આ વિસ્તારોમાં લોકો કોરોનાવાયરસની વેક્સિન લેવા માટે તૈયાર નથી.

મહત્વની વાત એ છે કે આ વિસ્તાર કોરોનાવાયરસથી એટલી હદે સંક્રમિત થયો કે તેને કોરોના હોટસ્પોટ વિસ્તાર પણ જાહેર કરી દેવામાં આવ્યો. આ વિસ્તારમાં કેટલાક લોકો તો સંક્રમિત થયા બાદ મોતને પણ ભેટ્યા છે તો પણ લોકો કોરોનાવાયરસની વેક્સિન લઈ રહ્યા નથી. મહારાષ્ટ્રના આ ગામો હવે સ્વાસ્થ્ય વિભાગ માટે પડકારજનક બની રહ્યા છે.

ગામવાળાના મગજમાં એટલી હદે અંધશ્રધ્ધા પ્રસરેલી છે કે તેઓ માની રહ્યા છે કે વેક્સિન લગાવવાથી માણસનું મોત થાય છે અને તેમના બાળકો થતા નથી. તેઓ માને છે કે અમે સ્વસ્થ છે તો વેક્સિન કેમ લેવી જોઈએ. લોકોમાં જાગૃતતા આવે તે માટે શહેરના લોકો અહિંયા વેક્સિન લેવા માટે આવતા હોય છે.