Site icon Revoi.in

ભાજપના સિનિયર નેતાઓમાં કોઈ નારાજગી નથી, તમામ સાથે મળી કામ કરશેઃ ભૂપેન્દ્ર યાદવ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધી બાદ તમામ અટકળોનો અંત આવ્યો છે. મંત્રીમંડળમાં નો રીપિટ થીયરીનો અપનાવવામાં આવી છે. જેથી સિનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ હોવાની અટકળો વહેતી થઈ છે. જો કે, ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે સિનિયરોમાં નારાજગીનો ઈન્કાર કરીને નવા નૈતૃત્વ સાથે પાર્ટી આગળ વધી રહી છે. તેમજ સિનિયર નેતાઓનો અનુભવ પણ આ સરકારને કામ આવશે. તેમજ આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ભાજપના તમામ નેતાઓ સાથે મળીને કામ કરશે. આ ચૂંટણીમાં ભાજપ ફરીથી સ્પષ્ટ બહુમતી મળશે.

ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવૃ નૈતૃત્વ પાર્ટીને આગળ વધારશે. સૌ સાથે મળીને મળીમંડળની પસંદગી કરી છે. પાર્ટી નવા પરંપરાને આગળ લઈને ચાલી રહી છે. પરિવારમાં નવી વ્યક્તિને પણ આગળ લઈ જવામાં આવે છે. ગુજરાતમાં 3 દાયકાથી ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના નૈતૃત્વમાં ગુજરાત સમગ્ર દેશમાં વિવિધ યોજનાઓ સાથે અગ્રેસર રહ્યું છે. ભાજપનો નવા નૈતૃત્વને આગળ વધારવાનો સંકલ્પ છે. ભાજપના તમામ નેતા-કાર્યકરો એક જ ટીમ છે અને અમે સાથે મળીને કામ કરીશું. ભાજપ જુની અને નવી ટીમ મળીને સાથે કામ કરશે. અગાઉ પણ તમામ નેતાઓ અને કાર્યકરો કામ કરતા આવ્યાં છે.

રાધવજી પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા નો રિપીટ થીયરી અપનાવવામાં આવી હતી. મંત્રીમંડળમાં પણ નો રિપીટ થીયરી અપનાવવામાં આવી છે. જેથી નવા મંત્રીમંડળથી વિકાસની ગતિ આગળ વધશે.