1. Home
  2. Tag "bhupendra yadav"

ભૂપેન્દ્ર યાદવે કેન્દ્ર સરકારના કર્યા વખાણ, કહ્યું- PM મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું

દિલ્હી: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે મંગળવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું છે અને વિશ્વ નવીનતા અને તકનીકીના ક્ષેત્રમાં તેના નેતૃત્વને ઓળખવાનું શરૂ કર્યું છે.તેમણે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “ભારત માત્ર રૂ. 615 કરોડ ખર્ચીને સફળતાપૂર્વક ચંદ્ર પર પહોંચ્યું,”  વિશ્વએ કોવિડ-19 સાથે વ્યવહાર કરવામાં ભારતના […]

પીએમના નેતૃત્વમાં ભારતે સર્વગ્રાહી અભિગમ દ્વારા જૈવવિવિધતા સંરક્ષણનું અનોખું મોડલ ઘડ્યું છે- ભૂપેન્દ્ર યાદવ

જામનગર :કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સર્વગ્રાહી અભિગમ દ્વારા જૈવવિવિધતા સંરક્ષણનું અનોખું મોડલ ઘડ્યું છે. આજે ગુજરાતમાં દ્વારકાના રુક્મિણી મંદિર પાસે હરિયાલી મહોત્સવને સંબોધતા યાદવે પર્યાવરણ અને આશ્રિત જીવો વચ્ચેના નિર્ણાયક સંતુલનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો જેના માટે […]

ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવીઃ ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે અને લગભગ 1 કરોડ 25 લાખ નવી નોકરીની તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, ”ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવી છે.” શ્રમ અને રોજગાર મંત્રાલયની 9 વર્ષની સિદ્ધિઓ વિશે નવી […]

ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો: ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ આબોહવામાં પરિવર્તન અંગેની રાષ્ટ્રસંઘની સંધિમાં સામેલ થયેલા દેશોના કોપ-27 સંમેલનનો ઇજીપ્તમાં આરંભ થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો છે. કોપ-27 સંમેલનમાં આબોહવામાં પરિવર્તનના લીધે થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા એક ભંડોળ રચવા બાબતે સંમતિ સધાઈ છે. સંમેલનના અધ્યક્ષ અને ઈજીપ્તના વિદેશમંત્રી સામે શૌકરીએ […]

સરદાર પટેલની વિશાળ પ્રતિમા પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની ફિલસૂફી છેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના કેવડિયા ખાતે પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની સામે દેશના પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની આ ફિલસૂફી જોઈને તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તે ચોક્કસપણે એક પ્રકારની એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના છે. […]

વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે વન્યજીવોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જનભાગીદારી વધારવાની હિમાયત કરી

અમદાવાદ:સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સાનિધ્યમાં કેવડીયા ખાતે કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ ઝુલોજીકલ પાર્ક, કેવડીયાનાં યજમાનપદે આયોજીત બે દિવસીય પ્રાણીસંગ્રહાલયોનાં નિયામકો અને પશુચિત્સકોનાં સંમેલન કેન્દ્રીય વન,પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો.આ સંમેલનમાં ભારતનાં વિભિન્ન રાજ્યોમાંથી પધારેલ 100થી વધુ પ્રાણીસંગ્રહાલયોના પ્રતિનિધીઓએ સહિત અલગ-અલગ રાજ્યોનાં […]

ભાજપના સિનિયર નેતાઓમાં કોઈ નારાજગી નથી, તમામ સાથે મળી કામ કરશેઃ ભૂપેન્દ્ર યાદવ

ગુજરાતમાં 3 દાયકાથી ભાજપનું શાસન વિવિધ યોજનાઓ સાથે ગુજરાત પ્રથમ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જ જીત થશે અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધી બાદ તમામ અટકળોનો અંત આવ્યો છે. મંત્રીમંડળમાં નો રીપિટ થીયરીનો અપનાવવામાં આવી છે. જેથી સિનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ હોવાની અટકળો વહેતી થઈ છે. જો કે, ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે સિનિયરોમાં […]

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વન ટુ વન બેઠક યોજીને પાટીદાર ઈફેક્ટની જાણકારી મેળવી !

ગાંધીનગર : કોરોના કાળમાં સરકારની કામગીરીને લઈ પ્રજામાં ભાજપ સામે નારાજગી ઊભી થયાની ફરિયાદો ઊઠ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ શુક્રવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. મુલાકાતના આજે બીજો દિવસે ભાજપના પ્રદેશના  નેતાઓ સાથે મુલાકાતનો દોર ચાલી રહ્યો છે. એક તરફ ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક ચાલી રહી હતી. જેમાં પાટીદાર સમાજમાંથી મુખ્યપ્રધાન આપવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code