Site icon Revoi.in

આ ખોરાક તમારી આંખો માટે કારગાર, રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી આંખોને લગતી સમસ્યા થાય છે દૂર 

Social Share

 

સામાન્ય રીતે આજકાલ નાની ઉંમરે ચશ્મા આવવાની સમસ્યાઓ વધી રહ ીછે,નાનપણથી મોબાઈલ ્ને ટીવી લત ,અપુરતો અને પોષણ વગરનો આહાર આ માટે જવાબદાર છે આવી સ્થિતિમાં જો તમે તમારી આંખોની સંભઆળ રાખવામ માંગતા હોવ તો તમારે તમારા ખોરાકમાં કેટલીક ચીજ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથઈ આંખની રોશની તેજ બને છે અને આંખોની સમસ્યાઓથી રાહત મળે છે.

જો તમે તમારી આંખોનું ધ્યાન નહીં રાખો તો ટૂંક સમયમાં જ આંખોની રોશની ઓછી થવા લાગે છે. આજકાલ નાની ઉંમરમાં જ આંખો પર ચશ્મા લગાવવામાં આવે છે. એટલા માટે આ ફૂડ્યલે જલ્દીથી તમારા આહારમાં સામેલ કરી લેવા જોઈએ.

જો તમે માશાહાર ખાઈ શકો છો તો ઈંડા અને ફિશ બેસ્ટ ઓપ્શન 

,આંખોને આંખોને સ્વસ્થ રાખવા માટે ઇંડા એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં વિટામિન ઈ, Lutein અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે, જે આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે. તેથી, જો તમે પણ તમારી આંખોને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરી શકો છો.સૅલ્મોન અને ટુના જેવી ચરબીયુક્ત માછલીઓ આંખો માટે અત્યંત ફાયદાકારક છે અને તે રેટિનાને ખૂબ જ ફાયદો કરે છે. આ સાથે, તે સૂકી આંખ અને મોતિયાના જોખમને પણ ઘટાડે છે.

શાકભાજી લીલા પાન વાળા

ખાસ કરીને ગાજર આંખોની રોશની તેજ બનાવે છે,ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ગાજર ખાવાના ઘણા ફાયદા છે. તે બીટા કેરોટીન અને વિટામિન એથી ભરપૂર છે, જે રાતાંધળાપણુંનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે આંખોની રોશનીમાં પણ ફાયદો થાય છે.

જો પાલકની વાત કરવામાં આવે તો પાલકમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે તેમાં રહેલા કેટલાક એન્ટીઓક્સીડેન્ટ્સ પણ સ્વસ્થ દ્રષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે કહેવાય છે કે પાલક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ સાથે જ લીલા ઘાણા પણ આંખોને લગતી સમસ્યા માં રાહત આપવાનું કાર્ય કરે છે સાથએ જ જો આંખોમાં નંબર હોય તો લીલા ઘાણાના રોજીંદા સેવનથઈ તેમાં ઘટાડો થઈ શકે છે.