Site icon Revoi.in

નવરાત્રીના દિવસોમાં આ મંદિરોના કરવા જોઈએ દર્શન,આ છે કારણ

Social Share

આપણા ધર્મમાં દરેક દેવીને માતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે, દરેક સ્થળો પર માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જામતી હોય છે પણ ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક મંદિરોની કે જે મંદિરો સાથે ભક્તોની અપાર અને અતૂટ શ્રધ્ધા જોડાયેલી છે, તો એ આ પ્રમાણે છે અને નવરાત્રીમાં આ મંદિરોમાં ખાસ દર્શન કરવા જવું જોઈએ.

સૌથી પહેલા જો જયપુરમાં આવેલા મંદિરની વાત કરવામાં આવે તો, શાકંભરી માતાજીનું મંદિર જયપુરથી 95 કિલોમીટર દૂર સંભાર તળાવ પાસે આવેલું છે. આ ખારા તળાવમાંથી દર વર્ષે લાખો ટન મીઠાનું ઉત્પાદન થાય છે. અહીં એવી માન્યતા છે કે દેવીના શ્રાપને કારણે અમૂલ્ય સંપત્તિ મીઠામાં ફેરવાઈ ગઈ હતી, ત્યારથી અહીં મીઠાનું સંભાર તળાવ છે. શાકંભરી માતાદી ચૌહાણ વંશની કુળદેવી છે પરંતુ તમામ વર્ગ અને સંપ્રદાયના લોકો તેમની પૂજા કરવા માટે દૂર દૂરથી અહીં આવે છે અને તમામ ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે.

આ સિવાય છે, તનોટ માતાજીનું મંદિર રાજસ્થાનના જેસલમેર નજીક તનોટ નામના ગામમાં આવેલું છે. આ મંદિર ભારત-પાકિસ્તાનની સરહદની ખૂબ નજીક આવેલું છે. એવું માનવામાં આવે છે કે 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને તનોટ ગામ પર ઘણા બોમ્બ ફેંક્યા હતા પરંતુ એક પણ બોમ્બ વિસ્ફોટ થયો ન હતો, એક પણ બોમ્બ સીધો મંદિર પરિસર પર પડ્યો ન હતો.

અઢાર હાથ ધરાવતા ત્રિપુરા સુંદરી માતાજીનું મંદિર રાજસ્થાનના બાંસવાડામાં આવેલું છે. તેમની આ પ્રતિમા કાળા પથ્થરની બનેલી છે. એવું માનવામાં આવે છે કે કનિષ્કના શાસન પહેલાથી આ મંદિરની સ્થાપના થઈ હતી. અઢાર ભુજાઓથી સજ્જ માતાજીની તમામ ભુજાઓ શસ્ત્રોથી સુશોભિત છે. આ મંદિરમાં માતાજીની મૂર્તિની સાથે નવદુર્ગા અને ચોસઠ યોગિનીઓની મૂર્તિઓ પણ છે.