Site icon Revoi.in

કોરોનાથી હજુ દેશને કોઈ રાહત નથી મળી, ત્રીજી લહેર આવશે જે અતિશય ખતરનાક હોઈ શકે છે: CSIR

Social Share

દિલ્લી: કોરોના વાયરસ મહામારીના સંકટનો સામનો કરી રહેલા ભારતમાં જો સંક્રમણની ત્રીજી લહેર આવી તો તે ધાર્યા કરતા અતિશય ખતરનાક હોઈ શકે છે. વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદના ડાયરેક્ટર જનરલ શેખર સી માંડેએ આ અંગે ચેતવણી આપી છે. માંડેએ ચેતવણી આપી છે કે, કોરોનાનું સંકટ હજી સમાપ્ત નથી થયું. અને જો મહામારીની ત્રીજી લહેર આવે છે, તો તેના ગંભીર પરિણામો આવશે.

તેમણે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સંસ્થાઓમાં સતત સહયોગની સાથે જ હવામાન પરિવર્તન અને અશ્મિભૂત ઇંધણ પર વધુ પડતા નિર્ભરતાથી સર્જાયેલી સંકટપૂર્ણ પરિસ્થિતિઓથી બચવું જરૂરી છે. આવી ખતરનાક પરિસ્થિતિ આખી માનવતા માટે ખતરો ઉભો કરી શકે છે. માંડેએ તિરુવનંતપુરમમાં રાજીવ ગાંધી સેંટર ફોર બાયોટેકનોલોજી દ્વારા આયોજીત ડિજિટલ કાર્યક્રમને સંબોધન કરતાં આ વાત કહી હતી.

આ કાર્યક્રમનો વિષય કોવિડ -19 અને ભારતની પ્રતિક્રિયા હતી. તેમણે સ્પષ્ટતા કરી કે, ભારત સમુદાયની પ્રતિરક્ષા પ્રાપ્ત કરવાથી દૂર છે. અને લોકોએ વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને હાથને સાબુથી ઘોવા જેવા પગલાંને પણ અનુસરવું જોઈએ.

આરજીસીબીના ડાયરેક્ટર ચંદ્રભાસ નારાયણે ડિજિટલ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. માંડેએ વૈજ્ઞાનિક સમુદાયના પ્રશ્નોના જવાબો આપ્યા અને આશા વ્યક્ત કરી કે કોવિડ -19 વેક્સીન કોરોના વાયરસના વિવિધ સ્વરૂપો સામે અસરકારક રહેશે.

-દેવાંશી