Site icon Revoi.in

ગુજરાતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યામાં આટલો વધારો,ધ્યાન રાખવું જરૂરી

Social Share

ગુજરાતમાં આમ તો લોકો ખાણીપીણીના શોખીન હોય છે પણ જ્યારે પણ વાત આવે પોતાના સ્વાસ્થ્યની તો એમા દરેક લોકો થોડા ઓછા કાળજી સાથે રહેતા હોય છે. આવામાં ખાસ કરીને વાત કરવામાં આવે ડાયાબિટિસના દર્દીઓની તો ગુજરાતમાં તો આ બીમારીથી હેરાન થતા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે.

તાજા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, (એનએફએચએસ)- 5 અનુસાર ડાયાબીટિઝના કેસમાં ઉંચો વધારો દર્શાવતા રાજ્ય તરીકે ગુજરાતમાં 4 વર્ષે કેસની સંખ્યા બમણી થઈ રહી છે. જાણીતી બાબત એ છે કે કેસમાં થતો વધારો ચોક્કસપણે વ્યાપક અને સમયસર નિદાન માંગી લે છે. આરોગ્યની ચિંતા કરતા લોકો માટે ડાયાબીટિઝના દર્દીઓની સારવાર ઉપલબ્ધ થાય એ મહત્વની બાબત છે. આથી આ વર્ષનો વર્લ્ડ ડાયાબીટિઝ ડે નો થીમ ‘એક્સેસ ટુ ડાયાબિટીક કેર’ રાખવામાં આવ્યો છે. પરિવારો ઉપર વધતા આર્થિક બોજને કારણે ડાયાબીટિઝની સારવાર પોસાય તેવી હોય તેએક મહત્વનું પરિબળ બની રહે છે. અત્યંત મહત્વની બાબત એ છે કે ડાયાબિટીસની સંભાળ સામુહિક જાગૃતિ અને જેનરિક દવાઓ અપનાવવાથી થઈ શકે છે.

ઈન્ટરનેશનલ ડાયાબીટિઝ ફેડરેશન (આઈડીએફ) ના જણાવ્યા મુજબ દુનિયાના ઘણા દેશમાં લોકોને ડાયાબીટિઝની સારવાર ઉપલબ્ધ થઈ શકતી નથી. આઈડીએફના જણાવ્યા મુજબ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દર 4 વ્યક્તિમાંથી સરેરાશ 3 થી વધુ વ્યક્તિ ડાયાબિટીસ સાથે જીવે છે. જેનરીક ઔષધોના સર્વવ્યાપી રિટેઈલર મેડકાર્ટના અંદાજો સૂચવે છે કે ઈન્સ્યુલીન વગર ડાયાબીટિઝના દર્દીની સારવારનો માસિક ખર્ચ ઓછામાં ઓછો રૂ.1,000 થાય છે. ઈન્સ્યુલીન ઉપર આધાર રાખતા એક દર્દીનો ખર્ચ વધીને માસિક રૂ.3,000 જેટલો ઉંચો રહે છે.