Site icon Revoi.in

વજન ઘટાવામાં મદદ કરે છે આ શાકભાજી, પાણીમાં નાખીને તેનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

Social Share

આપણે વજન ઉતારવા માટે ઘણા પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ સાચી દિશામાં અને યોગ્ય રીતે કરતા નથી જેને કારણે આપણાને સારુ પરિણામ નથી મળતું તો આજે વાત કરીશું વજન ઉતારવા માટેની કેટલીક ખાસ પદ્ધતીનું, જેમાં શાકભાજીનું સેવન અને જ્યુસને ખાસ મહત્વ આપવામાં આવે છે.

કેટલાક શાકભાજીનું સેવન કરવાથી ચોક્કસ ચમારા વેઈટ લોક કરવાની ક્રિયા ઝડપી બને છે પણ તમારે યોગ્ય સમયે તેનું સેવન કરવું જોઈએ.દરરોજ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવુ જોઈએ ,આ સાથે જ દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં મધ અને લીબું નાખીને તેનું સેવન કરવું જોઈએ

જો કે પાણી સહીત જો તેમાં કેટલીક વસ્તુઓ એડ કરીને તેનું પીણું બનાવીને પપીવાથી તમે તમારા શરીરને ડિટોક્સ કરી શકો છો અને ઝડપથી વજન ઘટાડી શકો છો.તો ચાલો શ્રેષ્ઠ ડિટોક્સ પીણાં કયા ક્યા છે તે વિશે જાણીએ.

વજન ઘટાડવા માટે જતનું પાણી પણ ઉત્તન ગણાય છે. તજ અને મધને ઉકાળી તેનું પાણી પીવાથી વજન ઉતરે છે. તજમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો હોય છે, ત્યારે મધને એન્ટિ-ઓક્સિડન્ટ્સનો ભંડાર કહેવામાં આવે છે. હૂંફાળા પાણીમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી ઘણા ફાયદા થાય છે.

આ સાથે જ હૂંફાળા પાણીમાં લીંબુનું અને આદુનો એક ચમચી રસ નાખીને પીવું જોઈએ બે એવી વસ્તુઓ છે, જે હંમેશા તમારા રસોડામાં સરશળતાથી મળી પણ રહે છે. આ બે વસ્તુઓ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ પીણાથી શરીરમાં જામેલી બધી ગંદકી ઝડપથી દૂર થઈ જાય છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે આદુ ભૂખને શાંત કરે છે અને લીંબુ વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે,

શાકભાજીની જો વાત કરીએ તો કાકડી અને ફૂદીનો પણ બેસ્ટ ઓપ્શન છે,કાકડી-ફૂદીનાનું પીણું માત્ર પોષણ આપવાનું કામ કરતું નથી,. પાણીયુક્ત કાકડી અને પોષક તત્વોથી ભરપૂર ફુદીનો તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ પીણું બનાવવા માટે એક કાકડી કાપીને ફુદીનાના પાનનો ભૂકો કરી પાણીની બોટલમાં ભરી લો. આ પીણું કેટલાક દિવસો સુધી નિયમિતપણે પીવો. વજન ઘટાડવામાં મદદ કરે છે .