Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ પર સીએમ પટેલ સાથે હજારો લોકોએ કર્યા યોગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.

રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 સ્થળ પસંદ કરાયા છે. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 22 પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌંદર્યધામ ખાતે યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષની ઉજવણી અમદાવાદમાં યોજાઈ હતી. અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ યોગ કર્યાં હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા.