Site icon Revoi.in

આજે નેશનલ ટેકનોલોજી ડેઃ PM મોદીએ વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા, 24 વર્ષ પહેલાનો ઓપરેશન ‘શક્તિ’નો વીડિયો શેર કર્યો

Social Share

દિલ્હીઃ- આજ ભારતભરમાં નેશનલ ટેક્નોલોજીનો દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે આજના આ ખાસ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન શક્તિનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. 

પીએમ મોદીએ શેર કરેલા આ વીડિયા આજથી 24 વર્ષ પહેલા નો છે જ્યારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ દિવસને યાદ કરીને પીએમ મોદીએ દેશના વૈજ્ઞાનિકોની પ્રશંસા પણ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે અમે અમારા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયાસો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524229192212426752%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Findia-news%2Fnational-technology-day-pm-modi-shares-video-of-operation-shakti-praises-scientists

શા માટે આજના દિવસને ટેકનોલોજી દિવસ તરીકે મનાવવામાં આવે છે

વાતજાણે એમ છે કે જ્યારે આજથી 24 વર્ષ પહેલા 11 મે અને 13 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં ભારતે સતત પરમાણુ વિસ્ફોટ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. ‘ઓપરેશન શક્તિ’ હેઠળ કરવામાં આવેલા આ પરીક્ષણો દ્વારા ભારતે અતૂટ ઈરાદાઓ બતાવીને મજબૂત ભારતને વધુ ઊંચાઈ આપી હતી. ત્યારથી, દર વર્ષે 11 મેને ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

પૂર્વ પીએમ અટલ બિહારી બાજપાયે વખતે થયું હતું આ પરિક્ષણ

આજના આ ખાસ અવસરે પીએમ મોદીએ શેર કરેલા આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જોવા મળી રહ્યા છે, જેઓ પોતે તત્કાલિન રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસની સાથે પરીક્ષણ સ્થળ પર ગયા હતા.

 આ વીડિયોને શેર કરતા પીએમ મોદીએ લખ્યું, “આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર, અમે અમારા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયાસો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, જેના કારણે 1998માં પોખરણ પરીક્ષણ સફળ થયું હતું. અમને અટલજીના અનુકરણીય નેતૃત્વ પર ગર્વ છે