Site icon Revoi.in

આજે નેતાજી શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , જાણો આજના દિવસે જ શા માટે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે

Social Share

 23 જાન્યુઆરી એટલે  નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા ચળવળના અગ્રણી અને સૌથી લોકપ્રિય નાયકોમાંના એક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 2021થી વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ….! જય હિન્દ.જુસ્સાદાર નારાઓ સાથે સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જા પેદા કરનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક છે જેમની પાસેથી આજના યુવાનો પ્રેરણા લે છે. આજે તેમની 127ની જન્મ જયંતિ પર કેટલીક તેમના વિશેની વાતો જાણીએ.નેતાજીના જીવનના સિદ્ધાંતો અને કઠોર બલિદાન પણ ભારતના દરેક નાગરિક માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે સિંગાપોરના ટાઉન હોલની સામે ઈન્ડિયન નેશનલ આર્મીને સુપ્રીમ કમાન્ડર તરીકે સંબોધિત કરતી વખતે ‘દિલ્હી ચલો’ નારો આપ્યો હતો. સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તેમના પરિવારના 9મા બાળક હતા. નેતાજી તેમના બાળપણના દિવસોથી જ તેજસ્વી વિદ્યાર્થી અને અજોડ દેશભક્ત હતા. પ્રથમ પ્રયાસમાં ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા પણ પાસ કરી હતી. સિવિલ સર્વિસ પરીક્ષામાં તેમનો રેન્ક 4 હતો.

સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા માટે નેતાજીએ ભારતીય સિવિલ સર્વિસમાં આરામદાયક નોકરી નકારી કાઢી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડે તેમને એટલા પરેશાન કર્યા કે તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડ્યા. નેતાજીના કોલેજકાળ દરમિયાન, તેમણે ભારતીયો વિશે અંગ્રેજી શિક્ષકના વાંધાજનક નિવેદન સામે સખત વિરોધ કર્યો, જેના કારણે તેમને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 1921 અને 1941 ની વચ્ચે, નેતાજીને ભારતની અલગ-અલગ જેલોમાં 11 વખત કેદ કરવામાં આવ્યા હતા,1941માં તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ ભાગી ગયા હતા.

નેતાજી કોલકાતાથી કારમાં ગોમોહ જવા નીકળ્યા હતા. ત્યાંથી તે ટ્રેનમાં પેશાવર ગયો અને ત્યાંથી તે કાબુલ પહોંચ્યો અને પછી કાબુલથી જર્મની ગયો જ્યાં તે એડોલ્ફ હિટલરને મળ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, 1 સપ્ટેમ્બર 1942 ના રોજ, તેમણે ભારતીય રાષ્ટ્રીય સેના ની સ્થાપના કરી હતી.