Site icon Revoi.in

ખાવામાં મીઠું વધારે પડી ગયું? તો ચિંતા ન કરો,આ રીતે કરો સ્વાદને બેલેન્સ

Social Share

ભોજનનો સ્વાદ વધારવામાં મીઠું મહત્વની ભૂમિકા ભજવે છે. જો ખોરાકમાં મીઠું ઓછું હોય તો તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. પરંતુ જો ખોરાકમાં મીઠું વધુ હોય તો તેને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવામાં કેટલીક ટીપ્સને અપનાવીને સ્વાદને બેલેન્સ કરી શકાય છે.

જેમ કે સૌથી પહેલા તો તમારી વાનગીની માત્રા પ્રમાણે લોટની ગોળીઓ બનાવો. આ ગોળીઓ દાળ કે કઢીમાં નાખો. લોટના આ બોલ્સ વાનગીના વધારાના મીઠાને શોષી લેશે. ડીશ પીરસતા પહેલા આ લોટની ગોળી કાઢી લો.

કઢીમાં મીઠાની માત્રા ઘટાડવા માટે તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી ન માત્ર મીઠું ઘટશે પણ તમારી કઢી ક્રીમી પણ બનશે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જો ખાવામાં મીઠું વધારે હોય તો તમે તેમાં કાચા બટાકાની સ્લાઈસ નાખી શકો છો. તે ખોરાકમાં હાજર વધુ મીઠું શોષી લે છે. બટાકાના ટુકડાને તેમાં નાખતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. આ પછી તેને છોલીને કાપીને ઉમેરો. લગભગ 20 મિનિટ માટે તેને ડીશમાં રહેવા દો.

જો ભારતીય, મુગલાઈ અને ચાઈનીઝ વાનગીઓમાં મીઠું વધારે હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ માટે વાનગીમાં થોડો લીંબુનો રસ ઉમેરો. આ વધુ મીઠું શોષવાનું કામ કરશે.