અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટર અને નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
વર્ષ-દર-વર્ષના આધારે ક્વાર્ટરમાં કુલ વ્યાપક આવક (TCI)માં ₹૧૪૭ કરોડનો વધારો થયો છે, જે માટે નીચે મુજબના પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ગેસ આધારિત પાવર પ્લાંટ્સમાંથી યોગદાનમાં વધારો.
લાયસન્સ-પ્રાપ્ત અને ફ્રેન્ચાઇઝ્ડ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસની ઓપરેશનલ કામગીરીમાં સુધારો.
રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાંથી ઓપરેશનલ કામગીરીમાં સુધારો, જો કે ઊંચા વ્યાજ અને ડેપ્રીશિએશન ખર્ચથી તેનો કેટલાક ભાગ સરભર થયો.
નાણાંકીય વર્ષ ૨૦૨૪ -૨૫ ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન નોન-કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સના વેચાણ પરથી થયેલો લાભ.
આજે યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં કંપનીની મજબૂત ઓપરેશનલ કામગીરી, સ્વસ્થ કેશ ફ્લોઝ, નાણાકીય શિસ્ત તથા શેરહોલ્ડર્સને સતત મૂલ્ય પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતાં પ્રતિ ઇક્વિટી શેર ₹૧૫ના ઇન્ટરિમ ડિવિડેન્ડને મંજૂરી આપવામાં આવી છે.
- ક્વાર્ટર દરમિયાન થયેલ પ્રગતિના મુખ્ય અંશો:
JERA સાથે લાંબા ગાળાનો LNG સપ્લાય કરારઃ ઇંધણ સુરક્ષા મજબૂત બનાવવા અને લાંબા ગાળાના વિકાસને ટેકો આપવા માટેની વ્યૂહાત્મક પહેલ તરીકે, કંપનીએ જાપાનની JERA સાથે ૧૦ વર્ષ માટેનો LNG સેલ એન્ડ પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યો છે. આ કરાર હેઠળ ૨૦૨૭ થી શરૂ કરીને દર વર્ષે મહત્તમ ૦.૨૭ MMTPA LNGની સપ્લાય મળશે. કંપની આ LNGનો ઉપયોગ તેના ૨,૭૩૦ મેગાવોટ ક્ષમતાવાળા ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સને અસરકારક રીતે ચલાવવા માટે કરશે, જેથી દેશમાં વધતી વીજ માંગ, પીક ડિમાન્ડના સમયગાળામાં સપોર્ટ અને રિન્યુએબલ એનર્જીને સંતુલિત કરવા મદદ મળશે. આ કરાર ટોરેન્ટ ગેસ લિમિટેડ માટે પણ વિશ્વસનીય ગેસ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે, જેથી ઘરેલુ ગ્રાહકો, વાણિજ્યિક સંસ્થાઓ, ઔદ્યોગિક ગ્રાહકો તેમજ CNG વાહનોને સેવાઓ પૂરી પાડી શકાય..
આ લાંબા ગાળાનો કરાર કંપનીની ઇન્ટિગ્રેટેડ એનર્જી વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે, સપ્લાયની વિશ્વસનીયતા વધારે છે અને ભારતની વધતી વીજળી તથા સ્વચ્છ ઊર્જાની માંગ પુરી કરવા માટે કંપનીને સશક્ત સ્થિતિમાં મૂકે છે.

