Site icon Revoi.in

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ચેકિંગ ઝુંબેશ, સપ્તાહમાં રૂ.81 લાખનો દંડ વસુલાયો

Social Share

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ સમાપ્ત થયા બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જોહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન તમામ ટ્રેનો હાઉસફુલ હતી. અને રેલવેના સત્તધિશોને ટ્રેનોમાં વધારા કોચ જોડવાની ફરજ પડી હતી. બીજીબાજુ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને પકડવા ઝૂંબેશ હાથ ધરી હતી. જુદી જુદી ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા બુકિંગ વિનાના કે ટિકિટ વિનાના બધા મળીને 11236 કેસ પકડાયા હતી. આવા મુસાફરો પાસેથી રૂપિયા 81 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યા હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝન પર અનધિકૃત મુસાફરીને રોકવા માટે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. 01 નવેમ્બર 2021 થી 07 નવેમ્બર 2021 એટલે કે એક સપ્તાહ દરમિયાન હાથ ધરવામાં આવેલી આવી ચેકિંગ ડ્રાઇવ દરમિયાન બુક વગરના સામાનના કેસો સહિત અનિયમિત/અનિયમિત મુસાફરીના 11236 કેસ મળી આવ્યા હતા. આના પરિણામે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂ.81 લાખથી વધુની આવક થઈ હતી.

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડીવીઝન દ્વારા 01 નવેમ્બર 2021 થી 07 નવેમ્બર 2021 દરમિયાન હાથ ધરવામાં આવેલ આવી ચેકીંગ ડ્રાઈવ દરમિયાન રેકોર્ડ બનાવ્યો હતો. સઘન તપાસ અભિયાન દરમિયાન રૂ. 81 લાખની આવક થઈ હતી, જે એક સપ્તાહમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા આગમી સપ્તાહે પણ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.તમામ મુસાફરોને દંડથી બચવા નિયમોનું પાલન કરવા અને કન્ફર્મ ટિકિટ સાથે જ મુસાફરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ( file photo)