Site icon Revoi.in

ભારતની આ જગ્યાઓ પર ફરવા માટે વધારે પૈસાની જરૂર નહીં પડે, માત્ર રૂ. 5000માં પ્રવાસ કરી શકશો

Social Share

નવી દિલ્હી: તમને ફરવાના શોખીન છો, પણ બજેટના લીધે પ્લાન અટકી જાય છે તો આજે એવી જગ્યાઓ વિશે જણાવશું જેની મુલાકાત તમે માત્ર 5000 રૂપિયામાં કરી શકશો. ભારતમાં આ જગ્યાઓ સુંદરતામાં પણ ઓછી નથી. ઉનાળાની ઋતુમાં આ જગ્યાઓ ફવા માટે બેસ્ટ છે.

અન્ડરેટ્ટા
હિમાચલમાં વસેલું નાનું, પણ ખુબ સુંદર ગામ છે અન્ડરેટ્ટા. જેને Aritstic Village પણ કહેવામાં આવે છે. આ હિમાચલનું એક ઓફબીટ ડેસ્ટિનેશન છે, જ્યા પર્યટકોની ભીડ ભાગ્યે જ જોવા મળે છે. નેચરને લઈ એડવેન્ચર તમામ પ્રકારના પ્રવાસીઓ અહીં આવીને મોજ-મસ્તી કરી શકે છે. રિલેક્શિંગ વેકેશન માટે ખુબ શાનદાર જગ્યા છે.

મુક્તેશ્વર
ઉત્તરાખંડના નૈનીતાલથી થોડાક કલાકોની મુસાફરી કરીને પહોચી શકો છો મુક્તેશ્વર. આ જગ્યાને તમે આસાનીથી 5000માં કવર કરી શકો છો અને ઉનાળાની સિઝન બેસ્ટ છે અહીં ફરવા માટે. મુક્તેશ્વર ત્યાના મંદીરો માટે પ્રખ્યાત છે પણ બીજી પણ ગણી જગ્યાઓ છે જ્યા બે થી ત્રણ દિવસની રજાઓ યાદગાર બનાવી શકો છો.

માંડૂ
મધ્યપ્રદેશનું માંડૂ શહેર પણ ઓછા બજેટમાં ફરવા માટે શાનદાર જગ્યા છે. પાકૃતિક ખુબસુરતી સાથે માંડૂ તેના સમૃદ્ધ વિરાસત અને વાસ્તુશિલ્પ માટે જાણીતુ છે. આ જગ્યા રાજકુમાર બાજ બહાદુર અને રાણી રૂપમતી વચ્ચેના પ્રેમનું પ્રતિક છે.

અમૃતસર
અમૃતસર નથી જોયું તો તેને પણ પ્લાન બનાવી શકો છો. જો તમારૂ બજેટ ઓછુ છે તો ગોલ્ડન ટેમ્પલની પ્રસિદ્ધિતો તમે જાણતા જ હશો, પણ આજુબાજુ ઘણી જગ્યાઓ છે જે શોર્ટ ટ્રિપ માટે બેસ્ટ છે.