ફ્લોરિડા, 29 ડિસેમ્બર 2026: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ યોજના પર ચર્ચા કરી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બેઠકને ખૂબ જ સફળ ગણાવી અને કહ્યું કે, શાંતિ વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને યુદ્ધનો અંત લાવવા માંગે છે. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે શાંતિ વાતચીત આગામી થોડા અઠવાડિયામાં પૂર્ણ થશે.
તેમણે કહ્યું કે બેઠક દરમિયાન તેમણે ઘણા યુરોપિયન નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી. બેઠક પહેલા ટ્રમ્પે રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ લાંબી વાતચીત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું કે, સ્થાયી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સુરક્ષા ગેરંટી એક મુખ્ય શરત છે.
આ પણ વાંચોઃ પાટણમાં ચાઈનીઝ દોરી મામબે બે સ્થળે દરોડા, 68 રીલ ઝડપાઈ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝેલેન્સકીએ જણાવ્યું કે ચર્ચાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે શક્ય તેટલી વહેલી તકે વાતચીત શરૂ કરવા માટે એક કરાર થયો. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવતા મહિને વૉશિંગ્ટનમાં યુક્રેનિયન અને યુરોપિયન નેતાઓનું આયોજન કરશે.
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર અનેક પ્રતિબંધો ફરમાવ્યાં છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ અમદાવાદઃ વૃક્ષ કાપવા મામલે મનપાએ રૂ. એક દાખનો દંડ ફટકાર્યો

