Site icon Revoi.in

ટ્વિટરે ભારતને કરી મદદ,દાન કર્યા 15 મિલિયન ડોલર

Social Share

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના વધતા કેસ એ સમગ્ર વિશ્વ માટે પણ એટલો જ ચિંતાનો વિષય છે જેટલો ભારત દેશ માટે. આવા સમયમાં ભારતને વિશ્વના તમામ દેશ શક્ય એટલી મદદ કરી રહ્યા છે ત્યારે હવે ટ્વિટર પણ તેમાં પાછળ નથી. ટ્વિટર દ્વારા પણ ભારતના કોવિડ રીલીફ ફંડમાં 15 મિલિયન ડોલર દાન કરવામાં આવ્યા છે.

ટ્વિટના સીઇઓ જેક પેટ્રિક ડોર્સીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, રકમને 3 અલગ અલગ એનજીઓમાં દાન કરવામાં આવી છે. આ એનજીઓના નામ છે કેર,એઈડ ઈન્ડિયા અને સેવા ઈન્ટરનેશનલ યુ.એસ.એ. આ દાનમાં કેર નામના એનજીઓને 10 મિલિયન આપવામાં આવ્યા છે જ્યારે એઈડ ઈન્ડિયા અને સેવા ઈન્ટરનેશનલ યુ.એસ.એ-ને 2.5 મિલિયન આપવામાં આવ્યા છે.

અમેરિકાની સાનફ્રાંન્સિસ્કોની કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ રૂપિયાથી જીવ બચાવવા માટે સાધન સામગ્રી ખરીદવામાં આવશે, જેમાં ઓક્સિજન અને વેન્ટિલટર્સ જેવી ખરીદી થશે. આ સાધન સામગ્રીનો સરકારી હોસ્પિટલોમાં અને કોવિડ કેર સેન્ટર્સમાં વહેંચણી થશે.  ભારતને હાલ દેશ વિદેશથી અઢળક મદદ આવી રહી છે.

જાણકારો અનુસાર કોરોનાવાયરસના સંક્રમણને જો ભારતમાં જ કાબૂ રાખી શકાય તો અન્ય દેશોમાં તેના સંક્રમણને રોકી શકાય. પણ જો સમગ્ર વિશ્વમાં ભારત જેવી કોરોનાવાયરસની લહેર આવી તો તે સમગ્ર વિશ્વ માટે અતિગંભીર સમાચાર સાબિત થઈ શકે છે.