Site icon Revoi.in

બનાસકાંઠાના પાલનપુરમાં રૂ. 26 લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ પોલીસ અને અન્ય સુરક્ષા ઓજન્સીઓએ પણ આવા શખ્શોને ઝડપી લઈને તેમના નેટવર્કને તોડી પાડવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના પાલનપુરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ રૂ. 26 લાખના 260 ગ્રામ જેટલા મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીએ પાલનપુરમાંથી 26 લાખના 260 ગ્રામ જેટલાં મેફેડ્રોન ડ્રગ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ વિરૂદ્ધ SOG એ NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. તેમની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ છે. પોલીસે બંનેના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.

આ ઉપરાંત 21 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના મોઢેશ્વરી સોસાયટીના રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ(Drugs)ઝડપાયું હતું. આ મકાનમાંથી ડીસા પોલીસે 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્નેક ડ્રગ્સ અને 8 ગ્રામ મેફેડ્રોલ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં શુભમકુમાર નામનો શખ્સ ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે અંદાજે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આમ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ બનાસકાંઠા જિલ્લામાંથી ગણતરીના દિવસોમાં જ 32 લાખથી વધુની કિંમતના નશીલા દ્રવ્યોને ઝડપી લીધા હતા.