Site icon Revoi.in

અમદાવાદમાં બે ફ્લાઈઓવર બ્રીજનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તેમના સંસદીય મતવિસ્તાર સિંધુભવન રોડ ખાતે 22 જૂને વિશેષ રીતે બનાવાઈ રહેલા જંગલ સમાન વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે. 7680 ચો.મી. જગ્યા પર 25 હજાર વૃક્ષો ઉછેરાશે. ગૃહમંત્રી અમિત શાહ તે પહેલા 21મીએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર ફ્લાયઓવરનું 21મીએ ઉદઘાટન કરશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સિંધુભવન રોડ પર નિરાંત વિલાની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં કદમ, વડ, પીપળો, ઉમરો, ખાટી આંબલી, કાસી, ગુંદા, નગોડ સહિતના કુલ 45 પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત આ સ્થળે ચાલવા માટેની જગ્યા, કસરત માટેના સાધનો, વનકુટીર પણ મુકાશે. જેથી લોકો પૂર્ણ ઓક્સિજનથી ભરપૂર વિસ્તારમાં ચાલી તેમજ કસરત કરી શકશે. મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવતાં જ તે વૃક્ષો 10 ગણા જલ્દી વિકાસ પામશે. સાથે 30 ગણા કાર્બન ઉત્સર્જનનું શોષણ કરશે. જેથી આસપાસના વિસ્તારની હવા વધુ શુદ્ધ બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે તા. 21મીએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર ફ્લાયઓવરનું 21મીએ ઉદઘાટન કરશે.