Site icon Revoi.in

અમદાવાદના નારણપુરામાં નવ નિર્મિત બિલ્ડિંગની ભેખડ ધસી પડી, બે શ્રમિકોના મોત, એકનો બચાવ

Social Share

અમદાવાદ: શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના અનેક કામો ચાલી રહ્યા છે. ભોયરાના પાર્કિંગ માટે ઊંડું ખોદાણ કરવામાં આવતું હોય ઘણીવાર ભેખડ પડી જવાના બનાવો બનતા હોય છે. આવો જ ક બનાવ શહેરના નારણપુરા વિસ્તારમાં બન્યો છે. નારણપુરામાં અમીકુંજ ચાર રસ્તા પાસે એક નવ નિર્મિત બિલ્ડિગની ભેખડ ધસી પડતા બે શ્રમિકોના મોત નિપજ્યા હતા.  બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડનો કાફડો સ્થળ પર ધસી ગયો હતો. અને બચાવની કામગીરી હાથ ધરી હતી.

આ બનાવની એવી વિગત જાણવા મળી છે કે, શહેરના નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે એક નવ નિર્મિત બિલ્ડિંગની ભેખડ ધસી પડવાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા ફાયર બ્રીગેડનો કાફલો સ્થળ પર ધલી ગયો હતો અને બચાવની કામગીરી હાથ ઘરી હતી. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે બે લોકોના મોત નિપજ્યા છે.

શહેરના ફાયર બ્રીગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના નારણપુરા અમિકુંજ ચાર રસ્તા પાસે જીવન વિકાસ ચોક સામે એક ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકો દટાયા હોવાની આશંકા હતી, જેમાંથી બે શ્રમિકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની માહિતી મળતા ફાયરવિભાગનો કાફલો ધસી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

બીજી બાજુ આ ઘટનામાં ભોગ બનેલા બન્ને 45 વર્ષીય પ્રેમાભાઈ અને અન્ય એક 25 વર્ષીય યુવકનું કરૂણ મોત થયું છે. ફાયર વિભાગને 10 વાગ્યા બાગ આ ઘટનાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ગરબાડા અને દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો. ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.