Site icon Revoi.in

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પૂર ઝડપે કારે સ્કૂટરને મારી ટક્કર, બે યુવાનો ઘવાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય  છે. જેમાં શહેરના રિવરફ્રન્ટ પર નાશાબાજ કારચાલકે એક્સેસ સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટર સવાર બન્ને યુવાનો ઘવાયા હતા. કારની ટક્કરથી સ્કૂટરચાલક ઉછળીને કારના બોનેટ પરના કાચ સાથે અથડાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારપચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા વાહન ચાલકોને કારણે અકસ્માતોનો વધી રહ્યા છે.  દિવસેને દિવસે ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ અને ‘હિટ એન્ડ રન’ના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરસવાર બે યુવાનોને અડફેટે લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ગુજરી બજાર જતા રસ્તા પર બે યુવકને એક્સેસ સ્કૂટર લઈને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે એક વેગેનઆર કારે એક્સેસ સ્કૂટરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સેસ  સ્કૂટરસવાર એક યુવાન  ઉછળીને કારના બોનેટ પરના કાચ પર અથડાયો હતો જેના કારણે યુવકને મોઢાના અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી છે જ્યારે અન્ય યુવકને સામાન્ય ઇજા પહોંચી છે.અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 અકસ્માતના આ બનાવમાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વેગનઆર કાર ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.કાર ચાલકની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.પોલીસ દ્વારા કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

Exit mobile version