Site icon Revoi.in

જેતપુરમાં ફૂટપાથ પર બેઠેલા યુવાનોને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બેના મોત,

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બેફામપણે ચલાવતા વાહનોના ચાલકો પર તંત્રનો કોઈ અંકુશ નથી. જેતપુરમાં પુરફાટ ઝડપે જતી કારે ફુટપાથ પર બેઠેલા બે યવાનોને અડપેટે  લેતા બન્નેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે  જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિઓને પુરફાટ ઝડપે આવેલા  કાર ચાલકે કચડી નાખ્યા હતા. કાર પૂરપાટ વેગે આવી હતી અને કારચાલકે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી, બાદમાં ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિને કચડી નાખી હતી. કારની સ્પીડ એટલી હતી કે, અકસ્માત બાદ એ બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. બનાવ બાદ પોલીસે કારચાલક યુવકની ધરપકડ કરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ ખૂબ નુકસાન થયું છે. કારના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા. બનાવ બાદ રાત્રે લોકો એકઠા થયા હતા અને ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ગંભીર રીતે ઘવાયેલા નિખિલ દિનેશભાઇ ઘેલાણી (ઉં.વ. 23) અને હાર્નીસ રાજેશ કુમાર મેર (ઉં.વ. 24)ને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બાદમાં તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું છે. જ્યારે હાર્નીસને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવારમાં મોત થયું હતું. હાલ જેતપુર પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version