Site icon Revoi.in

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓએ એક જ દિવસમાં 3 હત્યાનું કાવતરુ ઘડ્યું હતું

(હત્યારાઓ)

(હત્યારાઓ)

Social Share

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં શ્રમજીવી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવાના કેસમાં સુરક્ષા એજન્સીઓએ પાંચેક કટ્ટરપંથીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે વધુ બે લોકોને તાલીબાની રીતે મારવાની યોજના હતી. પરંતુ બંનેની રેકી યોગ્ય રીતે ન કરી શકવાના કારણે તેમનો જીવ બચી ગયો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પોલીસની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર નુપુર શર્માને સમર્થન આપવાના મુદ્દે કટ્ટરપંથીઓ કાવતરુ ઘડીને શ્રમજીવી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરી હતી. 17મી જૂને કાવતરાખોરોએ હત્યાના કાવતરા અંગે મીટિંગ કરી હતી. બાદમાં 20 જૂને ઉદયપુર કલેક્ટર કચેરી ખાતે નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન પછી, શહેરના મુખર્જી સર્કલ ખાતે રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ સાથે હત્યાના કાવતરામાં સામેલ પસંદગીના લોકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેવી રીતે અને ક્યાં હત્યા કરવી તેની ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ 28 જૂને ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હતો.

તપાસનીશ એજન્સીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, હત્યારાઓએ એક જ દિવસમાં ત્રણ લોકોની તાલિબાની રીતે હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાવતરાખોરો રેકી કરીને કન્હૈયાલાલની હત્યા કરવામાં સફળ થયા હતા, પરંતુ અન્ય બે લોકોની યોગ્ય રેકીના અભાવે, તેમની યોજના પૂર્ણ થઈ શકી નહીં અને બે લોકોના જીવ બચી ગયા.

(Photo-File)