Site icon Revoi.in

ઉદેયપુર હત્યાકાંડઃ કન્હૈયાલાલના પરિવારજનોને રૂ. 5 કરોડની આર્થિક સહાયની માંગણી

Social Share

જયપુરઃ દાદરીકાંડમાં કથિત ગૌમાંસ મુદ્દે ટોળાએ મહંમદ અખલાકની હત્યા કરી હતી. અખલાકના પરિવારને યુપીના તત્કાલિન સીએમ અખિલેશ યાદવે રૂ. 45 લાખની સહાય કરી હતી. તેમજ નોઈડા નજીક મકાન પણ ફાળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે પણ મૃતકના પરિવારને આર્થિક સહાય કરી હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જ્યારે રાજસ્થાનમાં નિર્દોશ કન્હૈયાલાલની કટ્ટરપંથીઓએ તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરી છે. ત્યારે સીએમ ગહેલોત મૃતકના પરિવારજનોને રૂ. 50 લાખની સહાયની જાહેરાત કરીને સંતોષ માની રહ્યાં છે. કથિત ગૌમાંસ મુદ્દે મૃતક અખલાકના પરિવારજનોને લાખોની સહાય કરવામાં આવે છે તો કટ્ટરપંથીઓનો ભોગ બનેલા નિર્દોશ કન્હૈયાલાલના પરિવારજનોને રૂ. 5 કરોડની આર્થિક સહાયની સરકારે જાહેરાત કરવી જોઈએ, તેવી સમગ્ર દરજી સમાજની માંગણી છે. તેમજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને આર્થિક મદદ માટે આગળ આવવું જોઈએ તેમ દરજી સમાજ ઈચ્છી રહ્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતક કન્હૈયાલાલના આશ્રિત પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેઓ કન્હૈયાલાલના પરિવારને મળવા પણ જવાના છે. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ‘હું પ્રદેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે, જે રીતે પોક્સો એક્ટના અનેક પ્રકરણોમાં ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગારોને સજા અપાવવામાં આવી છે તે જ રીતે ઉદયપુર સહિતની અન્ય ઘટનાઓમાં પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે.’ કોંગ્રેસી નેતા સચિન પાયલટે ઉદયપુરમાં થયેલી હત્યા મામલે પોતે તેને આતંકવાદી હુમલો માનશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકારે પણ કહ્યું છે કે, આ ઘટનાને એક રીતે આતંકવાદી હુમલાની નજરથી જોવી પડશે. આરોપીઓ પકડાઈ ગયા છે તથા ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તેમને એવી સજા આપવામાં આવશે જે દેશ અને દુનિયામાં એક ઉદાહરણ બનશે.