Site icon Revoi.in

ઉજ્જૈનઃ મહાકાલેશ્વરના દર્શનને લઈને મહત્વની વાત, 3 થી 10 એપ્રિલ સુધી શ્રદ્ધાળુંઓ નહી કરી શકે મહાકાલના દર્શન, આ છે તેનું કારણ

Social Share

ભોપાલઃ ઉજ્જેનનું મહાકાલેશ્વર ભક્કોતી આસ્થાનું પ્રતિક છે,અહી દેશભરમાં લાખો શ્રદ્ધાળુંઓ મહાકાલના દર્શન કરવા માટે આવતા હોય છે જો કે એપ્રિલની 3 તારિખથી લઈને 10 તારીખ સુધી મહાકાલના દર્શન કરી શકાશે નહી.એટલે જો તમે આ સમયગાળઆ દરમિયાન મહાકાલેશ્વરની મુલાકાત લઈ રહ્યા છો તો તમારે મહાકાલના દર્શનથી વંચિત રહેવું પડશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સિહોરના પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા ઉજ્જૈનમાં આયોજિત થનારી શિવ મહાપુરાણ કથામાં લાખો ભક્તોના આગમન માટે વહીવટી તંત્રએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ કારણ છે કે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 3 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન કોઈ પણ ભક્તો મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં.

વધુ વિગત પ્રમાણે આ દરમિયાન  ભક્તો ગર્ભગૃહ સુધી પણ પહોંચી શકશે નહી અને ભક્તો જલાભિષેક અને રૂદ્રાભિષેક કરીને બાબા મહાકાલને સ્પર્શ કરી શકશે.જેથી આ તારીખઓ ખાસ ભક્તોએ ધ્યાનમાં લેવા જેવી છે.કારણ કે  શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પં.ની કથા યોજાવા જઈ રહી છે તે પૂર્વે યોજાનારી વ્યવસ્થા સંદર્ભે યોજાયેલી બેઠકમાં   મહાકાલેશ્વર મંદિરમાં આવતા ભક્તોની દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર નો નિર્ણય લેવાયો હતો.

  શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પં.ની કથાને લઈને આ રીતે કરવામાં આવી છે તૈયારીઓ

આ દરમિયાન મહાકાલ લોક અને મહાકાલેશ્વર મંદિર પરિસરમાં આરોગ્ય વિભાગની પાંચ ટીમો બનાવવા સૂચના આપવામાં આવી છે. 5 બેડ ધરાવતી હંગામી હોસ્પિટલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. અહીં જરૂરી દવાઓ સાથે પુષ્કળ પ્રમાણમાં ORS રાખવાનું કહેવામાં આવ્યું છે.

PWDએ 2 એપ્રિલ સુધી બેરિકેડિંગનું કામ કરવાનું રહેશેઆ સાથે જ પાર્કિંગ માટે નક્કી કરાયેલા સ્થળોએ પીવાના પાણી, વીજળી, સ્વચ્છતા અને હંગામી શૌચાલયની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

જાહેરાત માટે વ્યવસ્થિત સાઉન્ડ સિસ્ટમસ સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી ભક્તોની અવરજવર પર સતત નજર રાખવાની સુવિધા કરાઈ છે.

હોમગાર્ડને વિવિધ સ્નાન ઘાટ પર SDRF ટીમો તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે, બોટ અને તરવૈયાઓ તેમના સાધનો સાથે હાજર રહે. ફૂડ સેફ્ટી ઓફિસરે રેસ્ટોરન્ટમાં રહેવું જોઈએ અને તેની દેખરેખ હેઠળ ટેસ્ટિંગ કર્યા પછી ખોરાક તૈયાર કરાવવો જોઈએ.