Site icon Revoi.in

આર્મી અધિકારીના સ્વાંગમાં મહિલાઓને ફસાવી નાણાં પડાવતો મિ. નટવરલાલ ઝબ્બે

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના બિબવેવાડી પોલીસે આરંગાવાદના કન્નડ તાલુકામાં રહેતા યોગેશ દત્તૂ ગાયકવાડ નામના 29 વર્ષીય આરોપીને ઝડપી લધો હતો. યોગેશની તપાસમાં આર્મીના સ્વાંગમાં મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હોવાની નાણા પડાવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં અનેક યુવાનોને આર્મીના નોકરી અપાવવાની લાલચ આપીને લાખોની રકમ પડાવી હતી. પોલીસ તપાસમાં આરોપીએએ યુવતીઓને ફસાવીને એક-બે નહીં પરંતુ ચાર યુવતીઓ સાથે લગ્ન કર્યાંનું ખૂલ્યું છે. એટલું જ નહીં 53 જેટલી મહિલાઓને ફસાવીને હાલ ફેરવતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં જ્યારે પણ તે મહિલાઓને મળવા જતો ત્યારે કર્નલ અથવા મેજરના કપડા ધારણ કરીને જતો હતો. તેમજ મેજર રામ અથવા કર્નલ રામ તરીકે પોતાની ઓળખ આપતો હતો.

મહારાષ્ટ્ર પોલીસે આ પ્રકરણમાં યોગેશના સાગરિત સંજય શિંદેને પણ ઝડપી લીધો છે. સંજય તેના બાઉન્સર તરીકે કામ કરતો હતો. પોલીસને યોગેશ પાસેથી સેનાની 12 વર્દી, અન્ય આપત્તિજનક સામગ્રી મળી આવી છે. 21મી જૂનના રોજ બિબવેવાડીની 22 વર્ષીય મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી નમ્રતા પાટિલે જણાવ્યું હતું કે, યોગેશ સેનાના અધિકારીના સ્વાંગમાં મહિલાઓ અને સંબંધીઓને ઠગતો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારી સુનીલ જાવરેએ જણાવ્યું હતું કે, યોગેશે પુણેમાં બે, અમરાવતી અને ઓરંગાબાદમાં એક એક એમ કુલ ચાર યુવતીઓ સાથે લગ્ન કર્યાં હતા. આ લગ્ન ધર્મશાલા અને મંદિરમાં કરતો હતો એટલું જ નહીં પોતાની પોલ ખુલી ના જાય તે માટે લગ્નની નોંધણી પણ કરાવતો ન હતો. પ્રાથમિક તપાસમાં જ યોગેશ એક-બે નહીં પરંતુ 53 મહિલાઓને ડેટ કરતો હોવાનું સામે આવ્યું છે.

યોગેશ પોતાને કર્નલ રામ અથવા મેજર રામ તરીકેને ઓળખ આવતો હતો. તેમજ જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હોવાનો દાવો કરતો હતો. એટલું જ નહીં મહિલાઓને મળવા જવાનું હોય ત્યારે આર્મીની વર્દી પહેરીને જ જતો હતો. તેની પાસેથી આર્મીની 12 વર્દી, 26 જોડી સૂઝ, બે મોટરસાઈકલ, બે કાર, એક ટ્રક, સેલફોન, રબર સ્ટેમ્પ મળીને કુલ રૂ. 5.5 લાખનો મદ્દામાલ જપ્તા કરવામાં આવ્યો છે.

(PHOTO- FILE)

Exit mobile version