Site icon Revoi.in

દેશમાં PLA યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1536 કરોડનું રોકાણ

Social Share

નવી દિલ્હીઃ પીએમ મિત્રા હેઠળ પ્રસ્તાવો પ્રાપ્ત કરવાથી માંડીને પીએલઆઈ યોજના હેઠળ રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. મંત્રાલયે હેન્ડલૂમ ક્ષેત્રને નાણાકીય સહાય પૂરી પાડી હતી અને ઘણાં હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું. રકારે દેશમાં ટેક્સટાઈલ ઉદ્યોગને કદ અને વ્યાપ હાંસલ કરવા અને સ્પર્ધાત્મક રહેવા માટે સક્ષમ બનાવવા એમએમએફ એપરલ, એમએમએફ ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલ પ્રોડક્ટ્સનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,683 કરોડના મંજૂર ખર્ચ સાથે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ શરૂ કરી છે. ટેક્સટાઈલ માટે પીએલઆઈ સ્કીમ હેઠળ અરજીઓ વેબ પોર્ટલ મારફતે 01.01.2022થી 28.02.2022 સુધી પ્રાપ્ત થઈ હતી. કુલ ૬૭ અરજીઓ મળી છે. સચિવ (ટેક્સટાઇલ્સ)ની અધ્યક્ષતામાં પસંદગી સમિતિએ આ યોજના હેઠળ 64 અરજદારોની પસંદગી કરી છે. ૫૬ અરજદારોએ નવી કંપનીની રચના માટે ફરજિયાત માપદંડ પૂર્ણ કર્યા છે અને તેમને મંજૂરી પત્રો જારી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1536 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વીએસએફ સંદર્ભમાં ક્વૉલિટી કન્ટ્રોલ ઓર્ડર જારી થઈ રહ્યા છે.

વર્ષ 2027-28 સુધીના ગાળા માટે રૂ. 4445 કરોડના ખર્ચ સાથે પ્લગ એન્ડ પ્લે સુવિધા સહિત વૈશ્વિક સ્તરની માળખાગત સુવિધા વિકસાવવા માટે 7 (સાત) પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્રા) પાર્ક સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. યોજનાનાં સંબંધમાં માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે અને દરખાસ્તોને આમંત્રણ આપવા માટે રાજ્ય સરકારો સાથે અનેક ચર્ચાવિચારણા થઈ છે. તેના જવાબમાં 13 રાજ્યોમાંથી 18 દરખાસ્તો મળી છે.  રાજ્ય સરકારો અને ઔદ્યોગિક સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ સાથે દરખાસ્તો પર ચર્ચા કરવા માટે 04.05.2022ના રોજ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂચિત પીએમ મિત્રા પાર્ક સાઇટ્સનું મૂલ્યાંકન ગતિ શક્તિ પોર્ટલ દ્વારા સ્થાનીય લાભને સમજવા માટે કરવામાં આવ્યું હતું. હાલ ચેલેન્જ મેટ્રિક્સ દ્વારા સાઇટ્સની પસંદગી માટે વિગતવાર ચકાસણી ચાલી રહી છે.

એનટીટીએમ હેઠળ સ્પેશિયાલિટી ફાઇબર અને ટેકનિકલ ટેક્સટાઇલની કૅટેગરીમાં રૂ.232 કરોડનાં મૂલ્યની 74 સંશોધન દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.  બજાર વિકાસ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સને પ્રોત્સાહન આપવા માટે 4 મુખ્ય પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામેલ છે.  (i) 12/03/22ના રોજ દિલ્હીમાં સીઆઈઆઈ સાથે આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ, (ii) 23/08/2022ના રોજ ઇમ્ફાલ ખાતે આઇસીસી સાથે જિયોટેક અને એગ્રોટેક પર કૉન્ફરન્સ, (iii) 16/11/2022ના રોજ દિલ્હીમાં રક્ષણાત્મક કાપડ પર રાષ્ટ્રીય સંમેલન અને (iv) 25-26 નવેમ્બર, 2022ના રોજ ચેન્નાઈમાં સીઆઈઆઈ અને તમિલનાડુ સરકાર સાથે આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ. ટેકનિકલ ટેક્સટાઈલ સેક્ટરમાં 31 નવા એચએસએન કોડ વિકસાવવામાં આવ્યા છે.

એસ.આર.ટી.ઇ.પી.સી.ને ટેકનિકલ ટેક્સટાઈલ માટે એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલની ભૂમિકા સોંપવામાં આવી છે.
સબસિડીના 2443 કેસોમાં ઉદ્યોગ દ્વારા રૂ.10,218 કરોડનાં રોકાણની પુષ્ટિ કરવામાં આવી હતી. સુધારેલા ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અને બેકલોગ કેસોની પતાવટ માટે મુખ્ય ક્લસ્ટરોમાં આયોજિત વિશેષ અભિયાનો હેઠળ 3159 કેસોમાં કુલ રૂ. 621.41 કરોડની સબસિડી છૂટી કરવામાં આવી હતી.
સમર્થ: કુલ 73919 વ્યક્તિઓ (એસસી: 18194, એસટી: 8877 અને મહિલા: 64352)ને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 38823 વ્યક્તિઓને ટેક્સટાઇલ સેક્ટરમાં ક્ષમતા નિર્માણ માટેની યોજના-સમર્થ હેઠળ પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હતું.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી (એનઆઇએફટી): શૈક્ષણિક સત્ર 2022-23 માટે દમણ ખાતે નવું કૅમ્પસ કાર્યરત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, ભોપાલ અને શ્રીનગર માટે નવા કૅમ્પસ બિલ્ડિંગ્સ પણ આવી રહ્યાં છે.

(Photo -File)