Site icon Revoi.in

અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું

Social Share

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અને બે દિવસ દરમિયાન 13 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિકાસના કામોના લોકાર્ણ અને ખાત મૂહુર્ત કર્યા હતા. જેમાં શહેરના ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.આ અંતર્ગત અમિત શાહે ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું. બ્રિજ બન્યા પછી રોજના 21 હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે. ભાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ વિરોચનનગર જવા રવાના થયા હતા. વિરોચનનગર ખાતે બનાવવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં

સૂત્રોના જણાવ્યા મુજબ આજે તા. 27 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે કેન્દ્રિયમંત્રી અમિત શાહ GTUના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ મહાકાળી માતાના દર્શન કરવા અંબોડ જવા રવાના થશે. અહીં પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે માતાના ચરણોમાં શિશ ઝૂંકાવી દર્શન કર્યા બાદ તેઓ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નવનિર્માણ થનારા શહીદ સ્મારક તેમજ લાયબ્રેરીનું ભૂમિ પૂજન કરશે. અહીંથી તેઓ માણસા બહુચર માતાજીના મંદિરે જવા રવાના થશે. બીજા નોરતે માણસા ખાતે સાંજે 7.30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બહુચરાજી માતાજીના દર્શન અને આરતી કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આજે 27 સપ્ટેમ્બરને સવારે KRIC કોલેજ દ્વારા નિર્માણધીન થનાર 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રૂપાલ વરદાયિની માતાજીના દર્શને જશે, તેઓના હસ્તે વરદાયિની માતાજી મંદિરે સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકાશે.